For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નાના છોકરાનો મોટો દેશપ્રેમ: 13 વર્ષનો છોકરો રોજ કરે છે બેંગલુરુ ટ્રાફિકને મેનેજ

|
Google Oneindia Gujarati News

બેંગ્લોર શહેર ભારતના અન્ય મેટ્રો શહેરોની જેમ જ ટ્રાફિક સમસ્યા છે પડાય છે. અહીં અનેક તેવા વિસ્તારો છે જેમાં ટ્રાફિક પોલિસ ના ઊભી રહેવાના કારણે જામ થઇ જાય છે અને કોઇ પણ પાછી પાની કરવા નથી ઇચ્છતું.

ત્યારે સામાન્ય રીતે જ્યારે આવી ટ્રાફિકની સમસ્યાઓ થતી હોય છે આપણે તેવું કહીને જતું કરી દઇએ છીએ કે ભારતમાં તો આવું થતું જ રહેવાનું. પણ આઇટી હબ બેંગ્લુરુના એક 13 વર્ષના છોકરાએ આવું કહેવાના બદલે આ સમસ્યાનો હલ શોધવાનો પ્રયાસ કર્યો. તેણે પોતે રસ્તા પર સિટી સાથે ઊભા રહીને ટ્રાફિકને જામને થતો રોક્યો.

13 વર્ષનો ક્રીશ એતાલ ઉર્ફ ઇશૂ રોજ સાંજે બેંગ્લૂરુના સાઉથ એન્ડ સર્કલ આવીને અહીંના ચાર રસ્તા પર થતા ટ્રાફિકને મેનેજ કરે છે. જુઓ આ રીયલ હિરોની તસવીર આ ફોટોસ્લાઇડરમાં...

ઇશૂ

ઇશૂ

આ છે 13 વર્ષનો ઇશૂ જેના એક સીટી પર બેંગ્લુરુ સર્કલ પર ટ્રાફિક રોકાઇ જાય છે.

ક્રીશ એથાન

ક્રીશ એથાન

ક્રીશ એથાન ઉર્ફ ઇશૂ તે વિસ્તારના ટ્રાફિકને સંભાળે છે જ્યાં ટ્રાફિક પોલિસ નથી હોતી. અને લોકોને ચાર રસ્તો પસાર કરવા ખૂબ જ મુશ્કેલીઓ વેઠવી પડે છે.

સીટી

સીટી

ત્યારે પોતાની સીટીના આધારે ઇશૂ લોકોને આવા જવા માટે સંદેશા આપે છે.

લોકો પર રોકાય છે

લોકો પર રોકાય છે

વળી નવાઇની વાત તો એ છે કે આ નાનકડા છોકરાની સીટી સાંભળીને મોટી મોટી ગાડીઓ પણ રોકાઇ જાય છે.

ઇશૂનું શું કહેવું છે

ઇશૂનું શું કહેવું છે

ઇશૂ આ કામ પોતાની ઇચ્છાથી કરે છે. વળી તેને રશ ડ્રાઇવીંગ બિલકુલ પસંદ નથી.

નાનકડો વંડર

નાનકડો વંડર

અનેક લોકો આ નાનકડા છોકરાને ટ્રાફિકના નિયમોનું પાલન કરાવતા જોઇએ ચકિત થઇ જાય છે.

દરેકને મોકો

દરેકને મોકો

ઇશૂ બધાને એક પછી એક જવાનો મોકો આપે છે. અને આ રીતે ખૂબ જ સારી રીતે ટ્રાફિકના નિયમોનું પાલન કરાવે છે.

ઇશૂ

ઇશૂ

ઇશૂ જોડે ના કોઇ વર્દી છે ના કંઇ રુઆબ પણ તેમ છતાં તે ખૂબ જ સહજતાથી લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરાવે છે.

13 વર્ષનો છોકરો

13 વર્ષનો છોકરો

ત્યારે એક 13 વર્ષના છોકારા દ્વારા કરવામાં આવતું આ કામ ખરેખરમાં વખાણવા લાયક છે. વળી ઇશૂનું પણ કહેવું છે કે તે આ દ્વારા પોતાના દેશ અને સમાજની સેવા કરવા માંગે છે. ત્યારે ભારતમાંના આવા જવાબદાર બાળકની તો પીઠ થાબડવી જ રહી.

English summary
This is really inspiring story came from Jayanagar area of Bangalore where a 13 year old boy Kreesha Aithal manage traffic without any help of police.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X