ભારત બંધની લેટેસ્ટ અપડેટ: પશ્ચિમ બંગાળમાં હિંસક ઝડપ
કેન્દ્ર સરકાર પર "એન્ટી લેબર" હોવાના આરોપ સાથે ટ્રેડ યુનિયનો દેશવ્યાપી હડતાલ પર ઉતર્યા છે. જો કે આ હડતાલની અસરને કેટલાક રાજ્યોમાં જ મોટા પ્રમાણમાં જોવામાં આવી છે. વામ પંથી દળોથી જોડાયેલા રાજ્યોમાં આ બંધની મોટા પ્રમાણમાં અસર જોવા મળી છે. તો આરએસએસથી જોડાયેલા ભારતીય મજૂર સંધ (BMS) તેનાથી દૂર બનાવી લીધી છે.
દિલ્હી, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, આંધ્ર પ્રદેશ, તેલંગાના, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, તલિમનાડુ અને કર્ણાટક સમતે લગભગ 11 રાજ્યોમાં બંધની અસર સૌથી વધુ જોવા મળી છે.
Read also: બંધ સ્પેશ્યલ: બંધની "મઝા" અને "સજા"ની વાત જ નીરાળી છે
પશ્ચિમ બંગાળ
પશ્ચિમ બંગાળમાં અનેક જગ્યાઓ પર પ્રદર્શનકારીઓ અને ટીએમસી કાર્યકર્તાઓ આસને સામને આવી ગયા હતા. તો હિમાચલ પ્રદેશની રાજધાની શિમલામાં ટ્રેડ યુનિયન સીઆઇટીયુના કાર્યકર્તાઓ પોતાની માંગને લઇને રેલી નીકાળી હતી.
આંધપ્રદેશ
આંધ્રપ્રદેશમાં પણ વિરોધ પ્રદર્શન દરમિયાન પોલિસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઝડપ થઇ હતી. સીપીઆઇએમની તરફથી ટ્વિટ કરી કહેવાયું હતું કે મજૂરોનો અવાજ નહીં દબાય.
તેલંગાના- મહારાષ્ટ્ર
આ ઉપરાંત તેલંગાના અને મહારાષ્ટ્રમાં પણ વામપંથી ટ્રેડ યુનિયનો રસ્તા પર ઉતરી સરકારની નીતિઓ વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું.
ચેન્નઇમાં બેંક કર્મચારીઓ અને અધિકારીઓએ પણ રસ્તા પર ઉતરી પ્રદર્શન કર્યું હતું. ત્રિપુરામાં પણ વિરોધ પ્રદર્શન કર્યું હતું.
શું ખાલી 350 રૂપિયાના કારણે "ભારત બંધ" છે? વધુ જાણો અહીં
કેન્દ્ર સરકાર દ્વારા અપીલ કરવા છતાં ટ્રેડ યુનિયને શુક્રવારે એટલે કે આજે ભારત બંધનું એલાન કર્યું. ત્યારે શું તમને ખબર છે કે આ બંધ પાછળનું મૂળ કારણ શું છે. જાણો આખા મુદ્દો અહીં.
સરકારનો પક્ષ
સરકારનો દાવો છે કે તેણે ન્યૂતમ મજૂરી એડવાઇઝરી બોર્ડની માંગણી અને ટ્રેડ યુનિયન સાથે મિટીંગ કરીને ન્યૂનતમ મજૂરી 246 રૂપિયાથી વધારી 350 રૂપિયા કરવાની જાહેરાત કરી છે.
ટ્રેન યુનિયનનો પક્ષ
જો કે ટ્રેડ યુનિયનોનું કહેવું છે કે સરકારે મિટિંગમાં આવી કોઇ જ પ્રકારની ચર્ચા નથી કરી. બોર્ડના સદસ્ય કશ્મીર સિંહ ઠાકુરે જણાવ્યું કે ટ્રેડ યુનિયનની માંગ છે કે મજૂરોનું ન્યૂનતમ 692 રૂપિયા (18000 રૂપિયા મહિના) કરવામાં આવે. અને આ કારણે આજે આ હડતાલ કરવામાં આવી છે.
સાતમું પગાર પંચ
સાતમા પગાર પંચના જે રિપોર્ટ રજૂ કરી છે તેમાં પણ અપ્રશિક્ષિત કર્મચારીઓને ન્યૂનતમ 18000 રૂપિયાનું માસિક વેતન આપવાની વાત કરવામાં આવી છે. અને ટ્રેડ યુનિયનની પણ આ જ માંગણી છે.