UPSC ની આસિસ્ટન્ટ ડાયરેક્ટર પદ માટે ભરતી, આ રીતે આવેદન કરો!
યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) એ વિવિધ જગ્યાઓ માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. કુલ 64 જગ્યાઓ માટે આ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. રસ ધરાવતા ઉમેદવારો યુપીએસસીની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને અરજી કરી શકે છે. તમામ 64 પોસ્ટ માટે અરજી કરવાની છેલ્લી તારીખ નવેમ્બર 11, 2021 છે. ઓનલાઈન અરજી ફોર્મ પ્રિન્ટ કરવાની છેલ્લી તારીખ 12મી નવેમ્બર છે.
યુનિયન પબ્લિક સર્વિસ કમિશને આસિસ્ટન્ટ પ્રોફેસરની 1 જગ્યા, આસિસ્ટન્ટ ડિફેન્સ એસ્ટેટ ઓફિસરની 6 જગ્યાઓ, સિનિયર સાયન્ટિફિક ઓફિસરની 16 જગ્યાઓ, આસિસ્ટન્ટ ડિરેક્ટરની 33 જગ્યાઓ અને મેડિકલ ઓફિસરની 08 જગ્યાઓ માટે અરજીઓ મંગાવી છે.
આ પોસ્ટ્સ પર પસંદ કરાયેલા ઉમેદવારોને 7મા પગાર પંચ મુજબ પગાર ધોરણ અને ભથ્થાનો લાભ મળશે. ઉમેદવારો નોટિફિકેશનમાં શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા ચકાસી શકે છે. તમામ પોસ્ટ માટે લાયકાત અને વય મર્યાદા અલગ-અલગ છે.
રસ ધરાવતા અને લાયક ઉમેદવારો UPSC ની સત્તાવાર વેબસાઇટ upsconline.nic.in પર જઈને અરજી કરી શકે છે. હોમ પેજ પર વિવિધ પોસ્ટ માટે ઓનલાઈન ભરતી' લિંક પર ક્લિક કર્યા પછી પોસ્ટ મુજબની લિંક્સ આપવામાં આવી છે. ઉમેદવારો જે પોસ્ટ માટે અરજી કરવા માગે છે તેના પર ક્લિક કરીને ફોર્મ ભરી શકે છે.
SC, ST અને મહિલા ઉમેદવારો પાસેથી કોઈ અરજી ફી લેવામાં આવશે નહીં. જ્યારે અન્ય તમામ ઉમેદવારોએ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની કોઈપણ શાખામાં 25 રૂપિયા અરજી ફી રોકડ દ્વારા અથવા નેટ બેંકિંગ સુવિધાનો ઉપયોગ કરીને જમા કરવાની રહેશે.