ઠંડીથી જામી ગઈ ઝીલ, દિલ્લી સહિત આ 6 રાજ્યોમાં રેડ એલર્ટ, હજુ વધશે ઠંડી

દિલ્લી સહિત ઉત્તર ભારત ઠંડીથી ઠુઠવાઈ રહ્યુ છે. તાપમાનમાં સતત ઘટાડો થઈ રહ્યો છે.

દિલ્લી સહિત ઉત્તર ભારત ઠંડીથી ઠુઠવાઈ રહ્યુ છે. તાપમાનમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ઠંડીના કારણે ઝીલ જામી ગઈ છે. ઠંડીએ છેલ્લા 118 વર્ષોનો રેકોર્ડ તોડી દીધો છે. દિલ્લીમાં તો પડી રહેલી કડાકાની ઠંડીએ 1997 બાદથી 22 વર્ષ જૂનો પોતાનો રેકોર્ડ તોડી દીધો છે. વિભાગના જણાવ્યા મુજબ હમણાં ઠંડીથી કોઈ રાહત મળવાની નથી.

દિલ્લી સહિત 6 રાજ્યોમાં રેડ એલર્ટ

દિલ્લી સહિત 6 રાજ્યોમાં રેડ એલર્ટ

હવામાન વિભાગે સતત વધી રહેલી ઠંડીને જોતા દિલ્લી સહિત 6 રાજ્યો માટે રેડ એલર્ટ જારી કરી દીધુ છે. દિલ્લી, પંજાબ, હરિયાણા, રાજ્સ્થાન, ઉત્તર પ્રદેશ અને બિહારમાં ઠંડી માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યુ છે અને અમુક લોકોને સાવચેત કરવામાં આવ્યા છે. તાપમાન 1.4 ડિગ્રી પહોંચી ગયુ છે. શીત લહેરનો કહેર ચાલુ છે. આગામી થોડા દિવસ સુધી લોકોને આ ઠંડીથી રાહત મળવાની નથી.

શૂન્યથી નીચે પહોંચ્યુ તાપમાન

શૂન્યથી નીચે પહોંચ્યુ તાપમાન

કાશ્મીરમાં ઠંડીનો કહેર ચરમ પર છે. ઘાટીમાં પણ જબરદસ્ત શીત લહેર છે. ઘાટીના મોટાભાગના સ્થળોએ શૂન્ય ડિગ્રી તાપમાનથી નીચેનુ તાપમાન નોંધવામાં આવ્યુ છે. ઝીલો જામી ગઈ છે. પાણી પૂરવઠાની લાઈનો અને પાણીના એકમો જામી ગયા છે. પાણી પૂરવઠો અટકી ગયો છે. વળી, ભારે હિમવર્ષાના કારણે વાહન વ્યવહાર પણ ખોટવાયો છે. તાપમાનમાં સતત ઘટાડો ચાલુ છે. દિલ્લીમાં સતત ગગડતા પારા સાથે હાડ ધ્રૂજાવી દે તેવી ઠંડી પડી રહી છે. દિલ્લીમાં ડિસેમ્બરની ઠંડી રેકોર્ડ તોડી રહી છે. રાજધાની દિલ્લીમાં ઠંડીએ 1901ની ઠંડીનો પોતાનો રેકોર્ડ તોડી દીધો છે.

અત્યાર સુધી 43 લોકોના મોત

અત્યાર સુધી 43 લોકોના મોત

દિલ્લી અને ઉત્તર ભારતમાં કડાકાની ઠંડીના કારણ મોતનો આંકડો વધી રહ્યો છે. ઉત્તર પ્રદેશમાં 43 લોકોના મોત થઈ ગયા. જો કે પ્રશાસનનો દાવો છે કે રાજ્યમાં ઠંડીથી કોઈના મોત થયા નથી. કડાકાની ઠંડીના કારણે હરિયાણા સરકારે રજાઓ જાહેર કરી દીધી છે. ઉત્તર પ્રદેશના ઘણા જિલ્લાઓમાં પણ શાળાઓ બંધ કરી દેવામાં આવી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X