મુંબઈમાં રેડ એલર્ટ, આ જગ્યાઓએ આજે આવી શકે છે આંધી-તોફાન
એક વાર ફરીથી માયાનગરી મુંબઈમાં ભારે વરસાદ કહેર વરસાવી શકે છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી અમુક કલાકોની અંદર, મુંબઈ, ઠાણે, પાલઘર સહિત ઘણા વિસ્તારોમાં જબરદસ્ત વરસાદ થઈ શકે છે જ્યારે ઘણા વિસ્તારોમાં 200 મિમી સુધી વરસાદ થવાનુ અનુમાન છે, આ કારણે હવામાન વિભાગે મુંબઈમાં રેડ એલર્ટ જાહેર કરી છે.
આ પણ વાંચોઃ કર્ણાટકનું નાટકઃ 14 ધારાસભ્યોના રાજીનામા પર આજે નિર્ણય, બધાની નજર સ્પીકર પર

મુંબઈમાં રેડ એલર્ટ જાહેર
તમને જણાવી દઈએ કે કાલે સવારથી જ મુંબઈમાં વરસાદ થઈ રહ્યો છે જેનાથી તાપમાનમાં ઘટાડો આવ્યો છે પરંતુ વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ રહ્યુ છે. જામ લાગી ગયુ છે અહીં સુધી કે લગભગ 20 મિનિટ સુધી એરપોપ્ટ પર પણ સેવાઓ ઠપ્પ રહી. હાલમાં હજુ સ્થિતિ કંટ્રોલમાં છે પરંતુ વિભાગે લોકોને સચેત રહેવા માટે કહ્યુ છે.

ઉત્તરાખંડમાં યલો એલર્ટ જાહેર
ભારતીય હવામાન વિભાગે ઉત્તરાખંડના 8 જિલ્લાઓમાં ભારેથી ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. તમને જણાવી દઈએ કે 10 જુલાઈ સુધી પહેલા જ રાજ્યમાં યલો એલર્ટ જાહેર કર્યુ છે. રાજ્ય હવામાન વિજ્ઞાન કેન્દ્રના નિર્દેશકે જણાવ્યુ કે દેહરાદૂન, ટિહરી, હરિદ્વાર, પૌડી ગઢવાલ, નૈનીતાલ, ચંપાવત, પિથોરાગઢ અને ઉધમસિંહ નગરમાં ભારે વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગની આ એલર્ટ બાદ શાસને પણ બધા જિલ્લાધિકારીઓને સતર્ક રહેવાના નિર્દેશ આપ્યા છે.

દિલ્લી અને આસપાસના તમામ વિસ્તારોમાં આજે થઈ શકે છે વરસાદ
જ્યારે દિલ્લી અને તેની આસપાસના તમામ વિસ્તારોમાં આગામી 24 કલાકોમાં ભારે વરસાદના અણસાર છે. ભારતીય હવામાન વિભાગે સોમવારે દિલ્લીના હવામાન વિભાગની ભવિષ્યવાણી કરતા આ જણાવ્યુ. હવામાન વિભાગના એક અધિકારીએ જણાવ્યુ કે ઉત્તર ભારતના મેદાની વિસ્તારોમાં આગામી 24 કલાકોમાં ભારે વરસાદની સંભાવના છે.

આ રાજ્યોમાં થઈ શકે છે ભારે વરસાદ
હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં ભારે વરસાદ થઈ શકે છે. આ ઉપરાંત જમ્મુ કાશ્મીર, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્લી, ઝારખંડ, ગુજરાત અને કર્ણાટક, લક્ષદ્વીપના તટીય વિસ્તારોમાં પણ ભારે વરસાદના અણસાર છે.