ભારે વરસાદના કારણે મુંબઈમાં રેડ એલર્ટ, મરીન લાઈનમાં બિલ્ડિંગ ધરાશાયી
એક વાર ફરીથી માયાનગરી મુંબઈમાં વરસાદ આફત બનીને આવ્યો છે. બુધવારથી વરસ રહેલા સતત વરસાદે શહેરને પાણી-પાણી કરી દીધુ છે. વળી, હવામાન વિભાગે પણ જણાવ્યુ કે જે વરસાદ થઈ રહ્યો છે તે આવતા 6 કલાક સુધી ચાલુ રહેશે. આ દરમિયાન સમાચાર છે કે મુંબઈમાં વરસાદ વચ્ચે મરીન લાઈનની એક ઈમારતનો ભાગ ધસી પડ્યો છે. જો કે કોઈને જાનમાલના નુકશાનના સમાચાર નથી. તમને જણાવી દઈએ કે શહેરની સ્થિતિ જોઈને બીએમસીએ લોકોને અપીલ કરી છે કે તે ઘરમાંથી બહાર ના નીકળે અને એ વિસ્તારોમાં જવાનુ ટાળે જ્યાં રસ્તા પર પાણી ભરાઈ ગયા છે.

મુંબઈમાં રેડ એલર્ટ
હવામાન વિભાગે જણાવ્યુ કે આજે મુંબઈ, ઠાણે, રાયગઢ અને રત્નાગિરી જિલ્લામાં ભારે વરસાદનુ અનુમાન છે. હવામાન વિભાગે મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ બાદ રેડ એલર્ટ જારી કર્યુ છે.
|
બીએમસીએ લોકોને કરી અપીલ
બીએમસીએ પહેલા મુંબઈ પોલિસને પણ લોકોને સાવચેતી રાખવા માટે કહ્યુ હતુ. મુંબઈ પોલિસે પોતાના ટ્વિટર હેન્ડલ પર કહ્યુ હતુ કે ભારતીય હવામાન વિભાગે મુંબઈના વિવિધ સ્થળોએ ભારે વરસાદનુ અનુમાન કર્યુ છે. બધા નાગરિકોને ઘરમાં રહેવા અને જરૂરી કામ વિના બહાર ન નીકળવાની સલાહ આપી છે.
|
દેશના ઘણા ભાગોમાં વરસાદ બન્યો આફત
વરસાદે ઘણી જગ્યાએ આફત પેદા કરી છે. અસમમાં પૂરે લોકોને પરેશાન કર્યા છે. વળી, બિહાર, ગુજરાત અને એમપીના ઘણા જિલ્લા વરસાદના કારણે જળમગ્ન છે. વિભાગે કહ્યુ છે કે આજે અને કાલે યુપી સહિત દેશના ઘણા રાજ્યોમાં ભારે વરસાદ સંભવ છે. માટે અહીં એલર્ટ જારી કર્યુ છે. વિભાગના જણાવ્યા મુજબ આવતા અમુક કલાકોમાં પશ્ચિમ બંગાળ, સિક્કિમ, બિહાર, અસમ, કોંકણ અને ગોવા, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, એમપી, ઝારખંડ, ઓરિસ્સાના ઉત્તરી તટીય ભાગો અને અંદમાન તેમજ નિકોબારમાં ભારે વરસાદની સંભાવના છે.
સુશાંતસિંહ રાજપૂત સુસાઈડ કેસની CBI તપાસ માટે અમિત શાહે આપ્યો જવાબ