For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પીએનબી સ્કેમ આરોપી નીરવ મોદી વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ

ઇન્ટરનેશનલ ક્રિમિનલ પોલીસ ઓર્ગેનાઇઝેશન (ઇન્ટરપોલ) તરફ થી સોમવારે પંજાબ નેશનલ બેંક સ્કેમમાં ફસાયેલા નીરવ મોદી વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જાહેર કરવામાં આવ્યું છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

ઇન્ટરનેશનલ ક્રિમિનલ પોલીસ ઓર્ગેનાઇઝેશન (ઇન્ટરપોલ) તરફ થી સોમવારે પંજાબ નેશનલ બેંક સ્કેમમાં ફસાયેલા નીરવ મોદી વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જાહેર કરવામાં આવ્યું છે. નીરવ મોદીની સાથે સાથે તેમના ભાઈ નીશલ મોદી અને તેના કરીબી સુભાષ પરબ વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જાહેર કરવામાં આવી છે. પીએનબી સ્કેમ 13,578 કરોડ રૂપિયાનો છે અને તેનો મુખ્ય આરોપી નીરવ મોદી છે.

nirav modi

નોટિસ ઘ્વારા પોલીસ એજેન્સીઓને તાકાત મળી

સૂત્રો ઘ્વારા જણાવ્યા અનુસાર આ ત્રણે વિરુદ્ધ સીબીઆઈ અને ઈડી તરફથી દગાખોરી, ષડયંત્ર, અને મની લોન્ડરિંગ જેવા કેસના આધારે રેડ કોર્નર નોટિસ જાહેર કરવામાં આવી છે. સીબીઆઈ ઘ્વારા ગયા મહિને ઇન્ટરપોલ સાથે સંપર્ક કરવામાં આવ્યો હતો અને નીરવ મોદી વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જાહેર કરવા અંગે માંગ કરી હતી. રેડ કોર્નર નોટિસ પછી 190 દેશોની પોલીસ એજેન્સીઓને નીરવ મોદીની ધરપકડ કરવાની તાકાત મળી ગયી છે. નીરવ મોદી સાથે તેમની અમેરિકી મૂળની પત્ની એમી, ભાઈ નિશાલ, કાકા મેહુલ ચોક્સી જેઓ ગીતાંજલિ ગ્રૂપના પ્રોમોટર છે, આ બધા જ જાન્યુઆરીના પહેલા અઠવાડિયે દેશ છોડીને ભાગી ગયા હતા. ત્યારપછી પીએનબી ઘ્વારા સીબીઆઇમાં ફરિયાદ નોંધાવી હતી.

English summary
Red Corner Notice issued against Nirav Modi by Interpol in connection with PNB Scam Case
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X