For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બાળકોની સ્કૂલ બેગના વજન અંગે મોદી સરકારે જાહેર કરી નવી માર્ગદર્શિકા

સ્કૂલમાં ભણતા બાળકોના ભારે ભરખમ બેગ અને હોમવર્ક અંગે કેન્દ્રીય માનવ સંશાધન મંત્રાલયે બધા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને જરૂરી ગાઈડલાઈન્સ જાહેર કરી છે.

|
Google Oneindia Gujarati News

સ્કૂલમાં ભણતા બાળકોના ભારે ભરખમ બેગ અને હોમવર્ક અંગે કેન્દ્રીય માનવ સંશાધન મંત્રાલયે બધા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને જરૂરી ગાઈડલાઈન્સ જાહેર કરી છે. નવા દિશા-નિર્દેશો મુજબ સ્કૂલમાં ભણતા ધોરણ 1 અને 2ના છાત્રોને હવે હોમવર્ક નહિ કરવુ પડે. આ સાથે માનવ સંશાધન મંત્રાલયે પહેલાથી દસમાં ધોરણના વિદ્યાર્થીની બેગનો બોજ હળવો કરવા માટેના નિર્દેશ જાહેર કર્યા છે. ઘણા સમયથી સ્કૂલમાં ભણતા છાત્રોની બેગના વજન અંગે સવાલ ઉઠતા રહ્યા છે. હવે માનવ સંશાધન વિકાસ મંત્રાલયે આનાથી છૂટકારો મેળવવા માટે મન બનાવી લીધુ છે.

આ પણ વાંચોઃ Pics: રાહુલ ગાંધીએ અજમેર શરીફમાં ચઢાવી ચાદર, પુષ્કરના બ્રહ્મા મંદિરમાં કરી પૂજાઆ પણ વાંચોઃ Pics: રાહુલ ગાંધીએ અજમેર શરીફમાં ચઢાવી ચાદર, પુષ્કરના બ્રહ્મા મંદિરમાં કરી પૂજા

પહેલાથી 10માં ધોરણ સુધી વિદ્યાર્થીઓની સ્કૂલ બેગનું વજન નિર્ધારિત

પહેલાથી 10માં ધોરણ સુધી વિદ્યાર્થીઓની સ્કૂલ બેગનું વજન નિર્ધારિત

માનવ સંશાધન મંત્રાલયે ધોરણ પહેલાથી ધોરણ દસમાં સુધીના વિદ્યાર્થીઓની સ્કૂલ બેગના વજનને નિર્ધારિત કરી દીધુ છે. આનાથી માસૂમ બાળકોને થતી આરોગ્યની સમસ્યાઓથી છૂટકારો મળશે. આ સાથે જ બાળકોના હોમવર્ક અંગે પણ નવા નિયમ બનાવવામાં આવ્યા છે. આના માટે માનવ સંશાધન મંત્રાલયે બધા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના શિક્ષણ વિભાગના અધિકારીઓને ગાઈડલાઈન જાહેર કરી દીધી છે.

કેટલુ હશે સ્કૂલના બાળકોની બેગનું વજન

કેટલુ હશે સ્કૂલના બાળકોની બેગનું વજન

નવા નિયમ મુજબ ધોરણ પહેલા અને બીજામાં ભણતા વિદ્યાર્થીઓની બેગનું વજન દોઢ કિલોગ્રામ હશે. ત્રીજા અને પાંચમાં ધોરણના વિદ્યાર્થીઓની બેગનું વજન બેથી ત્રણ કિલો, ધોરણ 6 અને 7માંનું ચાર કિલો, આઠમાંથી નવમાં ધોરણના છાત્રોનું બેગનું વજન સાડા ચાર કિલો વજન, ધોરણ દસમાં ભણતા વિદ્યાર્થીઓના બેગનું વજન માત્ર પાંચ કિલો હોવુ જોઈએ.

પહેલા અને બીજા ધોરણના છાત્રોને હોમવર્કથી છૂટકારો

પહેલા અને બીજા ધોરણના છાત્રોને હોમવર્કથી છૂટકારો

માનવ સંશાધન મંત્રાલય તરફથી ધોરણ પહેલા અને બીજાના બાળકોને હોમવર્ક નહિ આપવાનો નિર્દેશ જાહેર કરવામાં આવ્યો છે. આ સાથે જ ભાષા અને ગણિત વિષય ઉપરાંત બીજો કોઈ વિષય ભણાવવામાં નહિ આવે. વળી, ધોરણ પાંચ સુધી ભાષા, પર્યાવરણ સંબંધિત અને ગણિત વિષયને એનસીઆરટી પુસ્તકોમાંથી ભણાવવાનો આદેશ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત કોઈ પણ પ્રકારના ભારે સામાન સ્કૂલ બેગમાં લઈને સ્કૂલે નહિ લાવવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ રાજસ્થાનના ભીલવાડામાં મોદી, 'કોંગ્રેસ જાતિવાદી, તેના નેતા મારી જાતિ પૂછે છે'આ પણ વાંચોઃ રાજસ્થાનના ભીલવાડામાં મોદી, 'કોંગ્રેસ જાતિવાદી, તેના નેતા મારી જાતિ પૂછે છે'

English summary
'Reduce School Bag Weight, No Homework For Classes 1 and 2': MHRD To States, UTs
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X