• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

હનીમૂન દરમિયાન પત્નીનો સેક્સથી ઇનકાર અત્યાચાર નહીં: હાઇકોર્ટ

|

મુંબઇ, 9 માર્ચ: જે લોકો અત્યાર સુધી એવું સમજતા હતા કે હનીમૂન દરમિયાન સેક્સથી ઇનકાર કરે તો તેને અત્યાચાર જેવું ગણવામાં આવતું હતું, પરંતુ આવું માનનારા લોકોને બોમ્બે હાઇકોર્ટે જોરદાર ઝટકો આપ્યો છે. બોમ્બે હાઇકોર્ટે પોતાના એક નિર્ણયમાં જણાવ્યું છે કે હનીમૂન દરમિયાન પોતાના જીવનસાથી સાથે સમાગમ કરવાથી ઇનકાર કરે તો તે અત્યાચારમાં ગણાશે નહીં. કોર્ટે તેની સાથે જ આ આધાર પર ફેમિલી કોર્ટ દ્વારા છૂટાછેડાના નિર્ણયને પણ રદીયો આપી દીધો છે.

કોર્ટે એ પણ જણાવ્યું કે જો એક પત્ની લગ્નના તુરંત બાદ ક્યારેક-ક્યારેક ટોપ અને પેન્ટ પહેરીને ઓફિસના કામથી શહેર જાય છે તો, એ તેના પતિ પ્રત્યે તેનો અત્યાચાર ગણાશે નહીં. જસ્ટિસ વીકે તાહિલરમાની અને જસ્ટિસ પી.એન દેશમુખની પીઠે કેસની સુનાવણી કરતા જણાવ્યું કે લગ્નેત્તર જીવનનું સંપૂર્ણપણે નીરિક્ષણ થવું જોઇએ અને એક ખાસ સમયાવધિમાં નાની મોટી ઘટનાઓને અત્યાચાર માની શકાય નહીં.

પીઠે જણાવ્યું કે ખરાબ વ્યવહારને લાંબી અવધીમાં તપાસવું જોઇએ જ્યાં કોઇ દંપતિમાંથી એકના વ્યવહાર અને ગતિવિધિયોના કારણે સંબંધ એ હદ સુધી ખરાબ થઇ ગયા હોય કે બંનેનું સાથે રહેવું દુષવાર બની જાય, જે માનસિક ક્રૂરતા બરાબર છે. પીઠે આગળ જણાવ્યું કે માત્ર ચિડિયો સ્વભાવ, ઝઘડો અને તમામ પરિવારમાં અવારનવાર થતા સામાન્ય નાની મોટી ઘટનાઓ છૂટાછેડા આપવા માટે પૂરતું નથી.

bhc
શું છે આખી ઘટના:

ઘટના અનુસાર, વર્ષ 2009માં લગ્ન બાદ દંપતિ હનીમૂન માટે મહાબળેશ્વર હિલ સ્ટેશન ગયું હતું અને પતિએ શારીરિક સંબંધ બનાવીને વિવાહને પૂર્ણ કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ પત્નીએ તેને એવું કરવાથી ઇનકાર કરી દીધો. પતિનું કહેવું છે કે આ એક અત્યાચાર સમાન છે. તેના વકિલ હેમંત ઘડીગાંવકરે તર્ક આપ્યું કે લગ્ન બાદ એક પત્ની તેના પતિને કે એક પતિ તેની પત્નીને શારિરીક સુખ ના આપે તો તે અત્યાચાર સમાન છે. જ્યારે વિરોધ પક્ષના વકિલે જણાવ્યું કે ફરિયાદીની પત્ની તે સમયે માસિક ધર્મમાં હતી જેથી તેણે સંબંધ બાંધવાનો ઇનકાર કરી દીધો હતો.

English summary
Refusal to have sex with a life partner during honeymoon does not amount to cruelty, the Bombay HC has ruled while setting aside a family court judgement dissolving the marriage of a couple on this ground.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more