કેદારનાથઃ લાશોની આંગળીઓ કાપી કાઢી અંગુઠીઓ
કેદારનાથ, 26 જૂનઃ આને તમે શું કહેશો મનુષ્યનું લાલચ કે પછી શર્મસાર ઇન્સાનિયત... કૂદરતી કહેરે જ્યાં પર્વતની આખી સુંદરતને તહેસ-નહેસ કરી નાંખી અને હજારો લોકોને બેમોત નીંદ માટે મજબૂર કરી દીધા છે, ત્યાં કેટલાક ઢોંગી બાબાઓએ પોતાના સાચા લાલચી ચહેરાને દર્શાવીને સાબિત કરી દીધું છે કે, માત્ર નિર્વસ્ત્ર શરીરે ફરવા અને હર-હર મહાદેવ કહીં દેવામાંથી કોઇ શિવ ઉપાસક નથી બની જતા.
તમને લાગી રહ્યું હશે કે અમે આ બધું કેમ કહીં રહ્યાં છીએ, તેની પાછળ એક મોટું કારણ છે, જે સમયે કેદારનાથમાં લાશોનો થપ્પો લાગ્યો હતો. લોકો પોતાનો જીવ બચાવવા માટે રડી રહ્યાં હતા, તે સમયે કેટલાક ઢોંગી સાધુગણ લાશો પરથી ઘરેણા અને કપડાંમાંથી પૈસા ચોરી કરવામાં વ્યસ્ત હતા. એટલું જ નહીં કેદારનાથ બેન્કમાંથી પાણીમાં વહીને આવી ગયેલા રૂપિયા જ્યારે રસ્તાઓ પર વિખેરાઇ પડ્યાં હતા, તો ઢોંગી સાધુગણ પોતાની ધોતીમાં પૈસા બાંધવા લાગ્યા હતા.
તેમાના કેટલાક બાવાઓએ તો મંદિરના પ્રાંગણમાંથી મૂર્તિઓ પર ચઢેલા ઘરેણા પણ ચોરી કરી લીધા અને ગાયબ થઇ ગયા છે. એટલું જ નહીં પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યા પ્રમાણે કેટલાક બાવાઓ લાશોની આંગળીઓ કાપીને તેમાંથી અંગુઠીઓ કાઢી રહ્યાં હતા.