For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રેમડેસિવિર દવાની કિંમતમાં ઘટાડો, કોરોના દર્દીઓને હવે કેટલામાં મળશે? - BBC TOP NEWS

રેમડેસિવિર દવાની કિંમતમાં ઘટાડો, કોરોના દર્દીઓને હવે કેટલામાં મળશે? - BBC TOP NEWS

By Bbc Gujarati
|
Google Oneindia Gujarati News
દવા

રાષ્ટ્રીય ઔષધિ નિર્માણ પ્રાધિકરણ (એનપીપીએ)એ કહ્યું કે સરકારના હસ્તક્ષેપ બાદ સાત દવા કંપનીઓએ રેમડેસિવિરના ભાવ ઓછા કરી નાખ્યા છે.

કોરોના સંક્રમણ વધતા દેશમાં ઍન્ટિ-વાઇરસ દવા રેમડેસિવિરની અછત સર્જાઈ રહી છે. ઘણી જગ્યાએ આ દવાની કાળાબજારી પણ થતી હોવાના સમાચાર મળ્યા છે.

મિન્ટ અખબારના અહેવાલ અનુસાર, કેડિલા હેલ્થકૅર, ડૉક્ટર રૅડ્ડીઝ લૅબોરેટરીઝ અને સિપ્લા જેવી કંપનીઓએ 100 મિલીગ્રામ રેમડેસિવિર ઇન્જેક્શનના ભાવ ઓછા કરી નાખ્યા છે.

તો કેટલીક કંપનીઓએ તેની કિંમત અંદાજે અડધી કરી નાખી છે.

શનિવારે કૅમિકલ અને ફર્ટિલાઇઝર મંત્રાલયે એક નૉટિફિકેશન જાહેર કરીને કહ્યું કે સરકારના હસ્તક્ષેપ બાદ રેમડેસિવિરના મોટા નિર્માતા અને વિક્રેતાઓએ સ્વયં દવાની વેચાણકિંમત ઓછી કરવાનો નિર્ણય લીધો છે.

https://twitter.com/mansukhmandviya/status/1383395064412475394

અખબાર અનુસાર આ અંગે જાણકારી આપતાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું, "કોવિડ-19 મહામારી સામે લડવા માટે સરકાર સાથે હાથ મિલાવવા અને દવાઓની કિંમત ઓછી કરવા માટે હું દવા કંપનીઓનો આભાર માનું છું."

અગાઉ કેન્દ્ર સરકારે દવા કંપનીઓ સાથે રેમડેસિવિરનું ઉત્પાદન વધારવા અને તેની આપૂર્તિ વધારવા માટે જરૂરી પગલાંને લઈને ચર્ચા કરી હતી.


સાતેય કંપનીની રેમડેસિવિરની કિંમતો ઘટાડવામાં આવી

https://www.youtube.com/watch?v=SHMGe5Yk4fk

સાત જુદી-જુદી કંપનીઓની રેમડેસિવિર દવાના ભાવ ઘટાડી દેવામાં આવ્યાં છે અને હવે રેમડેસિવિર 899 રૂપિયાથી માંડીને 3,490 રૂપિયામાં ઉપલબ્ધ છે.

કૅડિલાની રેમડેક 899 રૂપિયામાં ઉપલબ્ધ છે, જ્યારે સિન્જિનની રેમવિન 2,450 રૂપિયામાં મળશે.

ડૉ. રેડ્ડીઝ લૅબ દ્વારા બનાવાતી રેડિક્સ 2,700 રૂપિયામાં મળશે.

સિપ્લા દ્વારા ઉત્પાદિત સિપ્રેમી ત્રણ હજાર રૂપિયામાં મળશે, જ્યારે મિલાન ફાર્માસ્યુટિકલ્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ઉત્પાદિત ડેસરેમ 3,400માં મળી શકશે.

જુબિલન્ટ જેનરિક લિમિટેડની જુબિ-આરની કિંમત 3,400 રહેશે.

હિટેરો હેલ્થકૅર લિમિટેડ દ્વારા બનાવાતી કોવિફોરની કિંમત ઘટાડીને 3,490 રૂપિયા કરાઈ છે.


કોરોનાની દવાઓ, ઓક્સિજન અંગે વડા પ્રધાન શું બોલ્યા?

કોરોના મહામારી સામેની તૈયારીઓને લઈને એક સમીક્ષા બેઠક મળી હતી, જેમાં વડા પ્રધાને દવાઓ, ઓક્સિજન, વૅન્ટિલેટર અને રસીની આપૂર્તિને લઈને ચર્ચા કરી હતી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે "હૉસ્પિટલોમાં કોવિડ-19ના દર્દીઓ માટે બેડ સુનિશ્ચિત કરવા માટે જરૂરી બધાં પગલાં ભરવાં જોઈએ."

"તેમજ સંક્રમણ વધતાં અસ્થાયી હૉસ્પિટલો અને આઇસોલેશન સેન્ટરમાં પણ વધુ સંખ્યામાં બેડની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરાવી જોઈએ."

https://twitter.com/COVIDNewsByMIB/status/1383457707559059460

વડા પ્રધાને આશા વ્યક્ત કરી કે જે રીતે ગત વર્ષે ભારતે કોરોનાને હરાવ્યો હતો, એ જ રીતે ઉત્તમ સમન્વયથી કામ કરતાં ભારત ફરી એક વાર એવું કરી બતાવશે.

જોકે તેમણે એમ પણ કહ્યું કે "મહામારી પર લગામ માટે ટેસ્ટિંગ અને ટ્રેકિંગ સૌથી મહત્ત્વનું છે, જેનો કોઈ વિકલ્પ નથી. ટેસ્ટિંગ ઝડપથી થવાથી કોરોનાના મૃત્યુદર પર લગામ લગાવી શકાય છે."

દવાઓની વધતી માગને જોતાં વડા પ્રધાને કહ્યું કે લોકોની જરૂરિયાતોને પૂરી કરવા માટે દેશની દવા કંપનીઓએ પોતાની પૂરી ક્ષમતાનો ઉપયોગ કરવાની જરૂર છે.

સાથે જ વડા પ્રધાને રસીના ઉત્પાદનને વધારવા પર ભાર મૂક્યો અને કહ્યું કે તેના માટે ખાનગી અને સરકારી સેક્ટર પોતાની પૂરી ક્ષમતાનો ઉપયોગ કરે.


રેલવે પરિસરમાં માસ્ક નહીં પહેરવા પર 500 રૂપિયાનો દંડ

રેલવેએ શનિવારે જાહેર કરેલા આદેશમાં કહ્યું કે રેલવે પરિસરો અને ટ્રેનમાં માસ્ક નહીં પહેરવા પર 500 રૂપિયા સુધીનો દંડ થશે.

આ આદેશ અનુસાર, હવે માસ્ક ન પહેરવો એ રેલવે કાયદા પ્રમાણે ગુનો ગણાશે. અત્યાર સુધી રેલવે લોકોને માસ્ક પહેરવાની સલાહ આપતું હતું.

આ આદેશ તત્કાળ પ્રભાવથી આગામી છ મહિના માટે લાગુ થશે. બાદમાં આ અંગે વધુ દિશાનિર્દેશ અપાશે.

કોરોના વાઇરસને ફેલાતા રોકવા માટે કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવારકલ્યાણ મંત્રાલયના દિશાનિર્દેશો અનુસાર, કેન્દ્રીય રેલ મંત્રાલયે પણ ઘણાં પગલાં લીધાં છે.

રેલવે અનુસાર, માસ્કનો જરૂરી ઉપયોગ અને દંડની જોગવાઈ હવે ભારતીય રેલવે (રેલવે પરિસરોમાં સફાઈ પ્રભાવિત કરનારી ગતિવિધિઓ માટે દંડ) નિયમ, 2012 હેઠળ લિસ્ટેડ કરી દેવાઈ છે.

તેમાં રેલવે પરિસરોમાં થૂંકવા પર દંડની પણ જોગવાઈ સામેલ છે.


કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર
કોરોના વાઇરસ ફર્નિચર

https://www.youtube.com/watch?v=KzCI7OeWSLw

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

English summary
remedivir medicine price reduced, know how much it will cost to patient
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X