India
  • search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download
LIVE

Republic Day 2022 Live Updates: 73મા ગણતંત્ર દિવસ પર કડક સુરક્ષા વ્યવસ્થા

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ દેશ આજે 73મો ગણતંત્ર દિવસ ઉજવી રહ્યો છે. આ અવસરે દિલ્હીમાં રાજપથ પર નિકળતી ઝાંખીમાં વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની સાંસ્કૃતિક ઝલક જોવા મળશે, જ્યારે દેશની ત્રણેય સેનાઓ પોતાની વીરતા અને પરાક્રમનું પ્રદર્શન કરશે. કોરોના વાયરસની મહામારીને કારણે આ વખતે પ્રજાસત્તાક દિવસની પરેડ જોવા આવતા દર્શકો માટે પણ કેટલાક નિયમો નક્કી કરવામાં આવ્યા છે. ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રાષ્ટ્રને સંબોધન કર્યું હતુ. લાઈવ સ્પીચ જોવા માટે વનઈન્ડિયા ગુજરાતીનુ આ પેજ રિફ્રેશ કરતા રહો.

Republic Day

Newest First Oldest First
10:57 AM, 26 Jan
કોલકાતા: પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખર અને મુખ્ય પ્રધાન મમતા બેનર્જી રેડ રોડ ખાતે પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં ભાગ લીધો. આ પ્રસંગે રાજ્યપાલે ત્રિરંગો ફરકાવ્યો હતો.
10:56 AM, 26 Jan
વિશ્વની એકમાત્ર સેવા આપતી સક્રિય હોર્સ કેવેલરી રેજિમેન્ટે રાષ્ટ્રપતિને સલામ કરી
10:47 AM, 26 Jan
રાજપથ પર એન્ટી-ટેન્ક ગાઈડેડ મિસાઈલ બખ્તરબંધ વાહનોનું પ્રદર્શન કરાયુ
10:40 AM, 26 Jan
પરમવીર ચક્ર અને અશોક ચક્ર વિજેતાઓએ રાષ્ટ્રપતિને સલામ કરી
10:39 AM, 26 Jan
155 હેલિકોપ્ટર યુનિટના ચાર Mi-17V5 હેલિકોપ્ટર પ્રજાસત્તાક દિવસની પરેડમાં વાઈનગ્લાસ ફોર્મેશનમાં ઉડાન ભરી છે.
10:35 AM, 26 Jan
શ્રીનગરમાં આતંકવાદીઓ વિરુદ્ધ ઓપરેશનમાં શહીદ થયેલા જમ્મુ-કાશ્મીર પોલીસના SI બાબુ રામને મરણોત્તર અશોક ચક્ર એનાયત કરવામાં આવ્યું હતું.
10:34 AM, 26 Jan
ઉત્તરાખંડ: રાજ્યના મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામીએ 73મા પ્રજાસત્તાક દિવસના અવસરે ખાતિમામાં ભાજપ કાર્યાલય પર ધ્વજ ફરકાવ્યો.
10:33 AM, 26 Jan
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ભારતીય સુરક્ષા દળોના શહીદોને મરણોત્તર સન્માન આપી રહ્યા છે.
10:33 AM, 26 Jan
રાષ્ટ્રગીત અને 21 તોપોની સલામી પછી રાજપથ પર પરેડ શરૂ થઇ
10:32 AM, 26 Jan
પીએમ મોદીએ આજે ​​ઉત્તરાખંડની ટોપી પહેરી છે. તેના પર ઉત્તરાખંડનું રાજ્ય પુષ્પ બ્રહ્મકમલનું ફૂલ બનેલુ છે. પીએમ મોદીએ મણિપુરનો સ્ટોલ પણ પહેર્યો છે.
10:29 AM, 26 Jan
રાજપથ પહોંચ્યા વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ, રાષ્ટ્રગીત સાથે પરેડ શરૂ થઈ
10:26 AM, 26 Jan
ભારતના 73મા પ્રજાસત્તાક દિવસે અટારી-વાઘા બોર્ડર પર BSF અને પાકિસ્તાની રેન્જર્સે મીઠાઈની આપ-લે કરી.
10:26 AM, 26 Jan
વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજપથ પહોંચ્યા, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ થોડીવારમાં પહોંચશે
10:24 AM, 26 Jan
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ રાષ્ટ્રપતિ ભવનથી રાજપથ જવા રવાના થયા
10:10 AM, 26 Jan
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને ત્રણેય સેનાના વડાઓ પણ હાજર હતા.
9:53 AM, 26 Jan
મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ ગણતંત્ર દિવસના અવસર પર મુંબઈના શિવાજી પાર્કમાં ત્રિરંગો લહેરાવ્યો, સીએમ ઉદ્ધવ ઠાકરે પણ હાજર હતા.
9:52 AM, 26 Jan
દેશના 73માં ગણતંત્ર દિવસ પર રક્ષા મંત્રી રાજનાથ સિંહે દિલ્હીમાં તેમના નિવાસસ્થાને ત્રિરંગો ફરકાવ્યો હતો.
9:49 AM, 26 Jan
દેશના 73માં ગણતંત્ર દિવસ પર રક્ષા મંત્રી રાજનાથ સિંહે દિલ્હીમાં તેમના નિવાસસ્થાને ત્રિરંગો ફરકાવ્યો હતો.
9:35 AM, 26 Jan
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે દેશના 73માં ગણતંત્ર દિવસ પર પટનામાં રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો.
9:35 AM, 26 Jan
દેશના 73માં ગણતંત્ર દિવસ પર કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાને તિરુવનંતપુરમમાં રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો, દેશવાસીઓને ગણતંત્ર દિવસની શુભેચ્છા પાઠવી
9:34 AM, 26 Jan
ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ દિલ્હીમાં પાર્ટીના મુખ્યાલયમાં રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો.
9:33 AM, 26 Jan
RSS મહાનગર સંઘચાલક રાજેશ લોયાએ મહારાષ્ટ્રના નાગપુરમાં સંઘના મુખ્યાલયમાં રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો.
9:32 AM, 26 Jan
તમિલનાડુના રાજ્યપાલ આરએન રવિ અને મુખ્ય પ્રધાન એમકે સ્ટાલિન ચેન્નાઈમાં 73મા પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં ભાગ લીધો
8:55 AM, 26 Jan
નેપાળના રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને વિદેશ મંત્રીએ 73માં ગણતંત્ર દિવસ પર ભારતને અભિનંદન પાઠવ્યા છે.
8:54 AM, 26 Jan
યુપીના સીએમ યોગી આદિત્યનાથે 73માં ગણતંત્ર દિવસની શુભેચ્છા પાઠવી છે.
8:53 AM, 26 Jan
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 73માં ગણતંત્ર દિવસ પર શુભેચ્છા પાઠવી છે.
8:52 AM, 26 Jan
રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને વિદેશ મંત્રી એસ જયશંકરે ગણતંત્ર દિવસની શુભેચ્છાઓ પાઠવી.
8:45 AM, 26 Jan
ITBPના જવાનોએ 12,000 ફૂટની ઉંચાઈએ ભારતના 73મા ગણતંત્ર દિવસની ઉજવણી કરી.
8:39 AM, 26 Jan
નેપાળના રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને વિદેશમંત્રીએ ભારતને 73મા ગણતંત્ર દિવસની શુભકામના પાઠવી.
8:39 AM, 26 Jan
યૂપીના સીએમ યોગી આદિત્યનાથે 73મા ગણતંત્ર દિવસની શુભકામનાઓ પાઠવી.
READ MORE

English summary
Ram Nath Kovind Republic Day Speech Live Updates in Gujarati. Check live Updates and highlights.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X