Republic Day: ગણતંત્ર દિવસ સાથે ખેડૂતોની ટ્રેક્ટર માર્ચ આજે, દિલ્લીમાં કડક સુરક્ષા વ્યવસ્થા
Republic Day Parade and Farmer Tractor March Update News: દેશભરમાં 72મો ગણતંત્ર દિવસ મનાવવામાં આવી રહ્યો છે. દિલ્લીમાં આજે ગણતંત્ર દિવસ પરેડ સાથે ખેડૂતોની ટ્રેક્ટર માર્ચ પણ છે. એક તરફ દિલ્લીમાં રાજપથથી રિપબ્લિક ડેની પરેડ નીકળશે તો બીજી તરફ દિલ્લી બૉર્ડર પર વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂત સંગઠન આજે ટ્રેક્ટર માર્ચ કાઢશે. ટ્રેક્ટર પરેડ અને ગણતંત્ર દિવસ માટે દિલ્લીમાં સુરક્ષા વ્યવસ્થા ખૂબ જ કડક કરી દેવામાં આવી છે. દિલ્લીમાં પરેડ અને ટ્રેક્ટર માર્ચ પર ડ્રોન કેમેરાથી નજર રાખવામાં આવશે. વળી, દિલ્લી પોલિસ સામાન્ય સાદા ગણવેશમાં પણ દરેક જગ્યાએ હાજર રહેશે. ગણતંત્ર દિવસ સમારંભ અને ખેડૂતોની પ્રસ્તાવિત ટ્રેક્ટર પરેડને ધ્યાનમાં રાખીને રાજપથ અને દિલ્લીની ઘણી સીમાઓ પર હજારો સશસ્ત્ર સુરક્ષાકર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે.
ખેડૂતોની ટ્રેક્ટર પરેડના રૂટ નક્કી છે અને સમય બપોરે 12 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી રહેશે. દિલ્લી પોલિસે 37 શરતો સાથે ખેડૂતોને ટ્રેક્ટર માર્ચની મંજૂરી આપી છે જેમાં 5 હજાર ટ્રેક્ટર અને આટલા લોકો શામેલ થઈ શકે છે. ગણતંત્ર દિવસ પરેડના રસ્તા પર નજર રાખવા માટે માર્ગની બધી ઉંચી ઈમારતો પર શાર્પ શૂટરો અને સ્નાઈપરોને તૈનાત કરવામાં આવ્યા છે.
દિલ્લી પોલિસના અધિકારીઓએ કહ્યુ, ગણતંત્ર દિવસ સમારંભ અને પ્રસ્તાવિત ટ્રેક્ટર પરેડ દરમિયાન કાયદો વ્યવસ્થા જાળવી રાખવા માટે શહેરમાં અને તેની આસપાસ 5 સ્તરીય સુરક્ષા કવર તૈનાત કરવામાં આવ્યુ છે. રિપોર્ટ મુજબ ગણતંત્ર દિવસ સમારંભમાં નજર રાખવા માટે દિલ્લીમાં લગભગ 6 હજાર સુરક્ષાકર્મીઓને તૈનાત કરવામાં આવ્યાછે. કોરોના કાળને જોતા રાજપથ પર લોકોની તપાસ કરનાર સુરક્ષાકર્મી પીપીઈ કિટ અને માસ્ક તેમજ ફેસ શીલ્ડ સાથે હશે.
પદ્મ પુરસ્કારોની ઘોષણા, જાપાનના પૂર્વ પીએમને પદ્મ વિભૂષણ