
કોવિડ ગાઇડલાઇનના પાલન સાથે કરાશે પ્રજાસત્તાક દિવસની ઉજવણી: વડોદરા કલેક્ટર
વડોદરા: શહેરમાં 26મી જાન્યુઆરી પ્રજાસતાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી શહેરના પશ્ચિમ રેલવે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવશે, એમ કલેકટર એ. બી. ગોરે જણાવ્યું હતું. પ્રજાસત્તાક દિને રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા તથા વડોદરા જિલ્લાના પ્રભારી મંત્રી પ્રદીપભાઈ પરમાર સવારે 9:00 કલાકે ધ્વજવંદન કરાવશે, એવું એલાન કરવામાં આવ્યું છે.
કલેકટર એ.બી. ગોરના અધ્યક્ષસ્થાને પ્રજાસત્તાક પર્વની ઉજવણીના સુચારૂં આયોજન અર્થે બેઠક યોજાઈ હતી. જેમાં પ્રજાસત્તાક દિનના કાર્યક્રમ વિષયની ચર્ચા કરવામાં આવી હતી. કલેકટરએ સમગ્ર કાર્યક્રમ કોવિડ-19ની માર્ગદર્શિકા અનુસાર આયોજિત થાય તેની તકેદારી રાખવાની સાથે કાયદો-વ્યવસ્થા, બેઠક વ્યવસ્થા, પોલીસ પરેડ, પાર્કિગ, સાફ-સફાઇ સહિત આનુષંગિક બાબતોની બેઠકમાં વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. પ્રજાસત્તાક પર્વની ઉજવણીના આયોજન અર્થે બેઠક યોજાઈ હતી. સંપૂર્ણપણે કોવિડ ગાઈડલાઈન પ્રમાણે બંદોબસ્ત ગોઠવવાનું સૂચન કરવામાં આવેલ છે.
વડોદરાના એ. બી. ગોર કલેકટરએ જણાવ્યું કે, પ્રજાસત્તાક પર્વની ઉજવણી કોવિડ-19ની ગાઈડ લાઈનના અસરકારક પાલન સાથે કરવામાં આવશે. પ્રજાસત્તાક દિનની ઉજવણી અંગે તેમણે અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપી જે અધિકારીઓને કામગીરી સોંપવામાં આવી છે તેઓએ સુચારૂ રીતે કામગીરી કરવા જણાવ્યું હતું. વડોદરા શહેરમાં હાલમાં જ થોડા દિવસ પહેલા જ નવા કલેકટરની નિમણુંક કરવામાં આવી હતી અને ત્યારબાદ આ તેમનું પ્રથમ પગલું છે.