• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

'મંત્રીમંડળમાં ફેરબદલ 2014ની ચૂંટણીની દિશામાં પહેલ'

|

નવીદિલ્હી, 28 ઑક્ટોબરઃકેન્દ્રીય મંત્રીમંડળમાં બહુપ્રતીક્ષિત ફેરબદલ કરવમાં આવ્યા છે. જેમાં યુવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે. રવિવારે આ ફેરબદલને કોંગ્રેસના નેતાઓ 2014ની લોકસભા ચૂંટણીની દિશામાં ઉઠાવેલા પગલા સમાન ગણાવી રહ્યાં છે.

કોંગ્રેસના નેતા મિલિંદ દેવરાનું કહેવું છે કે, આ ફેરબદલ 2014ની ચૂંટણીની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે. ઘણા નવા ચહેરાઓ સામે આવ્યાં છે. મારા મિત્રો સચિન પાઇલોટ અને જ્યોતિરાદિત્ય સિંઘિંયાની ઉન્નતિ થઇ છે.

જ્યોતિરાદિત્ય સિંઘિયાએ કહ્યું છે કે અમે યુવાનોએ તેમની(પાર્ટી હાઇ કમાન્ડ) અપેક્ષાઓ પર ખરા ઉતરવું પડશે. કોગ્રેસી નેતા હરીશ રાવતે કહ્યું કે, ભારત એક યુવા રાષ્ટ્ર છે,તેથી અધિક યુવા મંત્રીઓની આવશ્યક્તા છે.

'' ભારત વિશ્વનો સૌથી યુવા દેશ છે અને લાંબા સમય સુધી યુવા દેશ રહેશે, તેથી અમને અધિક યુવા નેતાઓની આવશ્યકતા છે. દેશ રાહુલ ગાંધીને ભવિષ્યના પ્રધાનમંત્રી તરીકે જૂએ છે,'' તેમ રાવતે ઉમેર્યું છે.

અજય માકને કહ્યું કે, આ એક યોગ્ય સમય છે, જ્યારે યુવાઓએ પોતાની શક્તિ દર્શાવવી જોઇએ. ખેલમંત્રાલયથી અલગ થતાં આ વિભાગને નુક્સાન જશે,તેવા પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે, હું જ્યાં પણ જઇશ, મારી સર્વોત્તમ ક્ષમતાનું પ્રદર્શન કરીશ, અહીં અમારા જેવા યુવાઓ માટે એક તક છે અને જો કે હું એટલો યુવાન નથી પરંતુ તેમ છતાં અપેક્ષાકૃત યુવાન તો છું જ.

English summary
Congress leader Milind Deora said This reshuffle is an important step towards 2014 polls.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X