‘પાકિસ્તાન ઝિંદાબાદ' કહેનારી યુવતીના ઘરે તોડફોડ, પોલિસ શરૂ કરી તપાસ
કર્ણાટકમાં નાગરિકતા સુધારા કાયદા (સીએએ)ના વિરોધ પ્રદર્શન દરમિયાન અસદુદ્દીન ઓવૈસીના મંચ પરથી 'પાકિસ્તાન ઝિંદાબાદ'ના નારા લગાવનારી યુવતીના ઘરે ગઈ રાતે તોડફોડ કરવામાં આવી છે. પોલિસે કેસની તપાસ શરૂ કરી દીધી છે. તમને જણાવી દઈએ કે અમૂલ્યા નામની આ યુવતીને 'પાકિસ્તાન ઝિંદાબાદ'ના નારા લગાવવા પર 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવી છે. આ પહેલા તેની સામે રાજદ્રોહનો કેસ નોંધવામાં આવ્યો છે.

છાત્ર નેતા બતાવાઈ રહી છે યુવતી
તમને જણાવી દઈએ કે ઓવૈસી બેંગલુરુના ફ્રીડમ પાર્કમાં સીએએ વિરોધી રેલીમાં ભાગ લઈ રહ્યા હતા. આ દરમિયાન ત્યાં આ યુવતી હાજર હતી જે છાત્ર નેતા જણાવાઈ રહી છે. કાર્યક્રમન વચમાં જ તે મંચ પર પહોંચી ગઈ અને માઈક પર ‘હિંદુસ્તાન ઝિંદાબાદ' અને ‘પાકિસ્તાન ઝિંદાબાદ'ના નારા લગાવ્યા.
|
આરોપી યુવતીના પિતાએ શું કહ્યુ?
આ ઘટના બાદ આરોપી યુવતીના પિતાએ કહ્યુકે અમૂલ્યાએ જે કર્યુ એ ખોટુ છે. તેમણે કહ્યુ કે જે વખતે તેણે આ નિવેદન આપ્યુ ત્યારે અમુક અજ્ઞાત લોકોએ તેને ઘેરી રાખી હતી. હજુ એ સ્પષ્ટ નથી થયુ કે યુવતીને છેવટે માઈક કેમ આપવામાં આવ્યુ હતુ શું તેણે સીએએ-વિરોધી રેલીને સંબોધિત કરવા માટે મંચ પર બોલાવવામાં આવી હતી કે તે અચાનક મંચ પર પહોંચી હતી. હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ યુવતીના પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવવાની નિંદા કરી અને કહ્યુ કે તેના આ નિવેદનથી તેમને કોઈ લેવાદેવા નથી.

ઓવૈસીએ શું કહ્યુ
ઘટના બાદ મંચ પરથી લોકોને સંબોધિત કરતા ઓવૈસીએ કહ્યુ કે તે યુવતીનુ સમર્થન નથી કરતા. તેમણે કહ્યુ કે આની (નારા લગાવનાર યુવતી) સાથે ના તો મારે કોઈ સંબંધ છે અને ના મારી પાર્ટીને. આયોજકોએ તેને અહીં નહોતી બોલાવવી જોઈતી. ઓવૈસીએ કહ્યુ, ‘જો મને ખબર હોત તો હું અહીં ના આવતો. અમારા માટે ભારત ઝિંદાબાદ હતુ અને ઝિંદાબાદ રહેશે. અમે આપણા દુશ્મન દેશ પાકિસ્તાનનુ સમર્થન નથી કરતા.'
આ પણ વાંચોઃ 2 દિવસ ભારતમાં શું કરશે ડોનાલ્ડ ટ્રમ્પ, જાણો આખું ટાઈમ ટેબલ