NMC બિલના વિરોધમાં ડૉક્ટરોએ આગળ વધારી હડતાળ, દર્દીઓને મુશ્કેલી વધશે
નેશનલ મેડિકલ કમીશન બિલના વિરોધમાં ગુરુવારે ડૉક્ટરોની હડતાળથી સરકારી હોસ્પિટલોની સેવાઓ ખરાબ રીતે પ્રભાવિત રહી. બિલનો વિરોધ કરી રહેલા ડૉક્ટરોએ પોતાની હડતાળને વધુ એક દિવસ આગળ વધારી દીધી છે. વળી, ડૉક્ટરોની આ હડતાળને હવે એમ્સ દિલ્લી અને એમ્સ પટનાનું પણ સમર્થન મળી ગયુ છે. બિલના વિરોધમાં એમ્સ દિલ્લી અને પટનાએ શુક્રવારે હડતાળમાં શામેલ થવાનું એલાન કરી દીધુ છે.
હડતાળના કારણે ગુરુવારે દિલ્લી સહિત દેશના ઘણા ભાગોમાં દર્દીઓની સ્થિતિ ખરાબ રહી. એમ્સ સફદરગંજ, રામ મનોહર લોહિયા, લોકનાયક જેવી રાજધાનીની મુખ્ય હોસ્પિટલોમાં ઓપીડીથી લઈને વૉર્ડની સેવાઓ અને ઈમરજન્સી સેવાઓને અસર થઈ. માત્ર દિલ્લીમાં જ લગભગ 80 હજાર દર્દીઓનો ઈલાજ પ્રભાવિત થયો. આ દરમિયાન ગુરુવારે નેશનલ મેડિકલ કમીશન બિલ વિપક્ષના વિરધ વચ્ચે રાજ્યસભામાં પણ પાસ થઈ ગયુ.
ગુરુવારે એમ્સના રેસિડન્ટ ડૉક્ટરે કહ્યુ કે અમારી હડતાળ એનએમસી બિલની અમુક જોગવાઈઓના વિરોધમાં છે. રેસિડન્ટ ડૉક્ટરોને સેવાઓમાંથી હટાવી દેવામાં આવ્યા છે. ફેકલ્ટી અને કન્સલ્ટન્ટ દર્દીઓને સેવાઓ આપી રહ્યા છે. જો સરકાર અમને સૂચિબદ્ધ નહિ કરે તો મેડિકલ સમાજના ઈતિહાસમાં સૌથી કાળા દિવસોમાં ગણવામાં આવશે. આ તરફ કેરળમાં મેડિકલ સ્ટુડન્ટ્સ રાજભવન સામે પહોંચીને એનએમસી બિલના વિરોધમાં આંદોલન શરૂ કર્યુ.
ડૉક્ટર આ બિલનો વિરોધ એટલા માટે કરી રહ્યા છે કારણકે નવા બિલ હેઠળ 3.5 લાખ નૉન મેડિકલ લોકોને લાયસન્સ આપીને બધા પ્રકારની દવાઓ લખવા અને ઈલાજ કરવાનો કાયદાકીય અધિકાર આપવામાં આવી રહ્યો છે જેનો ડૉક્ટર વિરોધ કરી રહ્યા છે. આ વિશે આઈએમએના રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ. શાંતનૂ સેને પોતાના નિવેદનમાં કહ્યુ છે કે બિલની કલમ 32 હટાવવામાં ન આવી તો સરકાર પોતાના હાથ લોહીથી રંગશે.
આ પણ વાંચોઃ વિપક્ષના વિરોધ વચ્ચે રાજ્યસભામાં નેશનલ મેડિકલ કમીશન બિલ પાસ થયું