‘અમારે કોવિશીલ્ડ વેક્સીન જોઈએ છે, કોવેક્સીન નહિ...’, જાણો દિલ્હીના તબીબોએ આવી માંગ શા માટે કરી
ભારતમાં શનિવારે વિશ્વના સૌથી મોટાં કોરોના વેક્સીનેશન અભિયાનની શરૂઆત થઈ. ભારતે બે સ્વદેશી કોરોના વેક્સીનને મંજૂરી આપી દીધી છે. પહેલી કોવિશીલ્ડ વેક્સીન, જેને સીરમ ઈન્સ્ટીટ્યૂટે બનાવી છે. બીજી છે કોવૈક્સીન વેક્સીન જેને હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેકે બનાવી છે. કોરોના વેક્સીનેશન દરમ્યાન દિલ્હીના સૌથી વડાં હેલ્થકેર રામ મનોહર લોહિયા હોસ્પિટલના એક રેસિડેન્ટ ડૉક્ટરે માંગ કરી કે તેમને કોવેક્સિન નહિ બલકે કોવિશિલ્ડ વેક્સીન આપવામાં આવે.
રામ મનોહર લોહિયા હોસ્પિટલના ડૉક્ટરે કોવિડ 19 વિરુદ્ધ સરકારના રસીકરણ અભિયાન પર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે ભારત બાયોટેકની કોરોના વેક્સીન કોવેક્સીન પર તેમને ભરોસો નથી. કેમ કે હજી સુધી તેનું ટ્રાયલ પૂરું નથી થયું. ડૉક્ટરોએ કોવેક્સીનને બદલે સીરમ ઈન્સ્ટીટ્યૂટની કોવિશીલ્ડની માંગ કરી છે. જેણે પ્રોટોકોલના ત્રણ તબક્કા પૂરા કરી લીધા છે. હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેક દ્વારા નિર્મિત કોવેક્સીન હજી ત્રીજા તબક્કાના પરીક્ષણમાં છે. જો કે કેન્દ્ર સરકારે આશંકાઓને ઘટાડતા કહ્યું કે બંને વેક્સીનના વિકાસમાં ઘણું કામ કરાયું છે.
હોસ્પિટલના રેસિડેન્ટ ડૉક્ટર્સ એસોસિએશને ચિકિત્સા અધીક્ષકને લખેલા પત્રમાં કહ્યું કે, ભારત બાયોટેક દ્વારા નિર્મિત કોવેક્સીનની જગ્યાએ અમારા હોસ્પિટલમાં સીરમ ઈન્સ્ટીટ્યૂટની નિર્મિત કોવિશીલ્ડ વેક્સીનને પસંદ કરવામાં આવી રહી છે. અમે તમારું ધ્યાન દોરવા માંગીએ છીએ કે હોસ્પિટલના કર્મચારી અને રસી લગાવનાર લોકો વેક્સીનનું ટ્રાયલ પૂરું ના થયું હોવાના કારણે થોડા આશંકિત છે.
પત્રમાં કહેવામાં આવ્યું કે, તમને અમે નિવેદન કરીએ છીએ કે અમને કોવિશીલ્ડ વેક્સીનની રસી આપવામાં આવે. જેણે રોલઆઉટ પહેલાં પરીક્ષણના ચારેય તબક્કા પૂરા કરી લીધા છે.
હોસ્પિટલના રેસિડેન્ટ ડૉક્ટર્સ એસોસિએશનના ઉપાધ્યક્ષ ડૉ નિર્મલાય મહાપાત્રાએ કહ્યું કે ઘણા ડૉક્ટર્સે શનિવારે શરૂ કરાયેલ દેશવ્યાપી અભિયાન માટે પોતાનું નામ નથી આપ્યું.
ડૉૉ મહાપાત્રએ એનડીટીવી સાથે વાત કરતા કહ્યું કે, અમે વેક્સીનને લઈ આશંકિત છીએ. તેનું પરિક્ષણ પૂરું થવું બાકી છે. અમે કોવેક્સીનની જગ્યાએ કોવિશીલ્ડને પ્રાથમિકતા આપશું.
આરોગ્ય મંત્રી બોલ્યા - વેક્સીન લેવા માટે તૈયાર છે 80% ભારતીય, તેમને PM મોદી પર છે ભરોસો
કોવિશીલ્ડને ઓક્સફોર્ડ યૂનિવર્સિટી અને ફાર્મા પ્રમુખ એસ્ટ્રેજેનેકા દ્વારા વિકસિત કરવામાં આવી છે અને તેનું ઉત્પાદન ભારતમાં સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઑફ ઈન્ડિયા, પુણે દ્વારા કરવામાં આવે છે. કોવેક્સીનનું નિર્માણ ભારત બાયોટેક દ્વારા ભારતીય ચિકિત્સા અનુસંધાન પરિષદના સહયોગથી કરવામાં આવ્યું છે.
જણાવી દઈએ કે દિલ્હીના 6 હોસ્પિટલોમાં કોવેક્સીન લગાવવામાં આવી છે. જેમાં એમ્સ, સફદરગંજ હોસ્પિટલ, રામ મનોહર લોહિયા હોસ્પિટલ ડીએચ, કલાવતી સરન ચિલ્ડ્રન હોસ્પિટલ, ઈએસઆઈ હોસ્પિટલ રોહિણી અને ઈએસઆઈ હોસ્પિટલ બસઈ દારાપુર શામેલ છે.