રેસિડેન્ટ ડોક્ટરોએ બાબા રામદેવ વિરૂદ્ધ ખોલ્યો મોરચો, 1 જુને દેશવ્યાપી આંદોલન
યોગગુરુ રામદેવે ડોકટરો વિશે કોઈ ટિપ્પણી કર્યા બાદ શરૂ થયેલ વિવાદ અટકવાનુ નામ નથી લઇ રહ્યો. આઈએમએ આ મામલે રામદેવને પહેલેથી જ નોટિસ ફટકારી છે. હવે ફેડરેશન ઓફ રેસિડેન્ટ ડોક્ટર્સ એસોસિએશન (ફોર્ડા) ઈન્ડિયાએ રામદેવ સામે મોરચો ખોલ્યો છે. ફેડરેશન ઓફ રેસિડેન્ટ ડોક્ટર્સ એસોસિએશન 1 જૂને દેશવ્યાપી આંદોલન શરૂ કરવાના છે.
ફેડરેશનઓફ રેસિડેન્ટ ડોક્ટર્સ એસોસિએશન (ફોર્ડા) ઇન્ડિયાએ શનિવારે કહ્યું હતું કે, તેઓ 1 જૂને કોરોના યોદ્ધાઓ અને આધુનિક દવા સામે દર્દીઓની સંભાળને અવરોધો કર્યા વિના યોગગુરુ રામદેવના નિવેદન વિરૂદ્ધ દેશવ્યાપી બ્લેક ડે વિરોધ પ્રદર્શન કરશે. ફોર્ડા તેમની સામે બિનશરતી જાહેર માફી અથવા રોગચાળાના રોગો અધિનિયમ હેઠળ કાર્યવાહીની પણ માંગ કરી છે.
પોતાના નિવેદનમાં, ફોર્ડાએ દાવો કર્યો છે કે બાબા રામદેવે કથિત રીતે ભારતમાં કોરોના રસીકરણ અભિયાનને પાટા પરથી ઉતારવાનો પ્રયાસ કર્યો હતો. એસોસિએશન દ્વારા યોગગુરુની ટિપ્પણીમાં દેશમાં રસી વિશે લોકોને ગેરમાર્ગે દોરવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
દરમિયાન યોગ ગુરુ રામદેવે ફિલ્મ અભિનેતા આમિર ખાનના કાર્યક્રમ 'સત્યમેવ જયતે' નો એક જૂનો વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ફાર્મા કંપનીઓ અને ડોકટરોની મિલીભગતને કારણે 'મોનોપોલી' એ જરૂરિયાતમંદોને ઘણી ગણી કિંમતે દવાઓ ખરીદવાની ફરજ પડી છે. રામદેવે ટ્વીટમાં લખ્યું કે, 'જો આ મેડિકલ માફિયાઓમાં હીંમત હોય તો આમિર ખાન સામે મોરચો ખોલે.