For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રિટેલમાં FDIથી ખેડુતો, ગ્રાહકોને ફાયદો થશેઃ PM

By Super
|
Google Oneindia Gujarati News

manmohan-singh
લુધીયાણા, 8 ડિસેમ્બરઃ મલ્ટી બ્રાન્ડ રિટેલમાં એફડીઆઇ મામલે સંસદની મંજૂરી મળ્યાના એક દિવસ બાદ પ્રધાનમંત્રી મનમોહન સિંહે શનિવારે કહ્યું કે, આ પગલાંથી ખેડુતો અને ગ્રાહકોને ફાયદો થશે. તેમણે કહ્યું કે કૃષિ બજારમાં નવી ટેક્નોલોજીના પ્રવેશની મદદ મળશે.

તેમણે કહ્યું કે મલ્ટી બ્રાન્ડ રિટેલમાં એફડીઆઇના કારણે પંજાબમાં ખેડુતોના સંગઠનોએ પણ સમર્થન કર્યું છે. પંજાબ એગ્રી વિશ્વવિદ્યાલયની સુવર્ણ જંયતિ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે પોતાના વિચારો રજૂ કરતા મનમોહન સિંહે કહ્યું કે, મલ્ટી બ્રાન્ડ રિટેલમાં એફડીઆઇથી કૃષિ બજારમાં નવી ટેક્નોલોજીના પ્રવેશમાં મદદ મળશે અને ખેડુતો તથા ગ્રાહકોને ફાયદો થશે.

તેમણે કહ્યું કે મલ્ટી બ્રાન્ડ રિટેલ ક્ષેત્રમાં એફડીઆઇના નિર્ણયમાં પંજાબમાં ખેડુતોના સંગઠનોએ સમર્થન કર્યું છે. વિશ્વવિદ્યાલયે પ્રધાનમંત્રીને ડોક્ટર ઓફ સાયન્સની ડિગ્રીથી સન્માનિત કરવામાં આવ્યા.

સરકારે મલ્ટી બ્રાન્ડ રિટેલમાં એફડીઆઇના વિવાદાસ્પદ નિર્ણયના વિરોધમાં રાજ્યસભામાં લાવવામાં આવેલા વિપક્ષના પ્રસ્તાવને પાડવાની સાથે જ તેને મંજૂરી મળી ગઇ, કારણ કે બસપાએ ઉચ્ચ સદનમાં યુપીએના પક્ષમાં મતદાન કર્યું. પોતાના નિર્ણયને યોગ્ય ઠેરવતા સરકારે કહ્યું હતુ કે આ દેશના હિતમાં લેવામાં આવેલો નિર્ણય છે.

English summary
Manmohan Singh Saturday said that it would benefit thousands of farmers in India by facilitating the introduction of latest technology and sophisticated equipment in the agriculture sector.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X