For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રિટાયર્ડ જજ કરશે વોલમાર્ટ લોબિંગની તપાસ: કમલનાથ

|
Google Oneindia Gujarati News

kamalnath
નવી દિલ્હી, 12 ડિસેમ્બર: કેન્દ્રીય સંસદીય કાર્યમંત્રી કમલનાથે આજે લોકસભામાં જણાવ્યું છે કે દેશ વિદેશી કરીયાણાને મંજૂરી આપવા માટે વોલમાર્ટ તરફથી લોબિંગ કરવા સંબંધી રિપોર્ટની તપાસ એક રિટાયર્ડ જજ કરશે. વિપક્ષ આ મુદ્દેની તપાસ કરાવવાની માંગ કરી રહ્યુ હતું. કેન્દ્ર સકરકારે મંગળવારે આ અંગેની માંગ કરવા અંગે સહમતી દર્શાવી હતી.

આ પહેલા સોમવાર અને મંગળવારે બંને ગૃહોમાં લોબિંગ વિવાદ પર જોરદાર ધમાલ થઇ. બીજેપી નેતા યશવંત સિન્હાએ ગઇકાલે લોબિંગ વિવાદ પર કાનૂની તપાસ કરાવવાની માંગ કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે કરિયાણાનો કારોબાર કરનારી અમેરિકન કંપની વોલમાર્ટે વિદેશી કરિયાણાને લઇને લોબિંગ પર 125 કરોડ રૂપિયા ખર્ચ કરાયા હતા. અમેરિકન સેનેટે પણ વોલમાર્ટના લોબિંગ પર ખર્ચાની વાત માની છે જોકે વોલમાર્ટ કહી ચૂક્યું છે કે લોબિંગ માટે બધા રૂપિયા અમેરિકામાં જ ખર્ચાયા છે.

સેનેટમાં વોલમાર્ટના અહેવાલ અનુસાર 'વર્ષ 2008થી 2012 સુધી લગભગ 125 કરોડ રૂપિયા અમેરિકન નેતાઓની વચ્ચે લોબિંગ પર ખર્ચ કરવામાં આવ્યો છે. જેમાંથી માત્ર સપ્ટેમ્બર 2012માં પૂરી અંતિમ ત્રિમાસિકમાં જ 10 કરોડ રૂપિયા ભારતમાં રોકાણના મુદ્દે ચર્ચા માટે લોબિંગ પર ખર્ચ કર્યો છે. આ રીતે વોલમાર્ટ માત્ર આ વર્ષે અત્યાર સુધી 18 કરોડ રૂપિયા ખર્ચી ચૂક્યું છે.'

જોકે વિપક્ષ તેની તપાસ કરાવવા માગે છે કે આ રૂપિયા ક્યાં ક્યાં અને કેવી રીતે ખર્ચાયા કારણ કે ભારતમાં લોબિંગ એ ગેરકાનૂની છે.

English summary
A retired judge would hold the inquiry into reports on lobbying by international supermarket chain Wal-Mart to open the way for foreign equity in retail trade in India, parliamentary affairs minister Kamal Nath announced in the Lok Sabha on Wednesday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X