બાપનો માલ સમજી રાખ્યો છે કે શું?: ઋષિ કપૂર

ફરી એક વાર ફિલ્મ અભિનેતા ઋષિ કપૂરે પોતાના ટ્વિટને લઇને નવો વિવાદ ઊભો કર્યો છે. અને આ વખતે તેમનો ટાર્ગેટ કોઇ અભિનેત્રી કે અભિનેતા નથી પણ ખુદ ઇન્દિરા ગાંધીથી લઇને ગાંધી પરિવાર જેવો રાજનૈતિક પરિવાર છે. જો કે તેવું તો શું થયું કે ચોકલેટી સ્ટાર ઋષિ કપૂર ગાંધી પરિવાર પર ભડકી પડ્યા પણ તેમણે જે મુદ્દા ઉઠાવ્યા છે તેના પર દેશના લોકોને વિચારવાનુ કહ્યું છે.

ત્યારે અચાનક જ ઋષિ કપૂર દ્વારા કરવામાં આવેલા આ ટ્વિટ બાદ જ્યાં ટ્વિટરમાં આ વાતને ટ્રેન્ડ પકડતા જ કેટલીક લોકોએ આ વાત પર તેમને સપોર્ટ પણ કર્યો છે અને વિરોધ પણ. ત્યારે ઋષિ કપૂરથી શું કહ્યું જેના લીધે આ સમગ્ર વિવાદ ઊભો થયો તે વિષે વધુ જાણો નીચેના આ આર્ટીકલમાં...

કેમ બધે ગાંધી?

ઋષિ કપૂરે ટ્વિટ કરીને કહ્યું કે રસ્તાથી લઇને ફિલ્મ ઉદ્યોગ સુધી અને એરપોર્ટ પર પણ જ્યાં જુઓ ત્યાં ગાંધી પરિવારનું નામ જ જોવા મળે છે. શું તેમણે બાપનો માલ સમજી રાખ્યો છે.

ઋષિ કપૂરની ટ્વિટ

તેમણે કહ્યું કે દિલ્હીના રસ્તાઓના નામ બદલી શકાય તો કોંગ્રેસની એસેટ્સ અને પ્રોપર્ટીના નામ કેમ નહીં? વિચારો?શા માટે? તેમણે કહ્યું કે આપણા દેશની મહત્વપૂર્ણ જગ્યાના નામ સમાજને કંઇ ખાસ આપનાર લોકોના નામ પર રાખવા જોઇએ. દરેક વસ્તુ પર ગાંધીનું નામ જ કેમ હોય છે?

ઇન્દિરા ગાંધી એરપોર્ટ

તેમણે કહ્યું કે ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ જ કેમ? કેમ મહત્મા ગાંધી, ભગતસિંહ, આંબેડકર કે પછી મારા નામ એટલે કે રિશિ કપૂર કેમ નહીં?

ફિલ્મ સીટીનું નામ

તેમણે કહ્યું કે ફિલ્મ સીટીનું નામ પણ દિલીપ કુમાર, દેવઆનંદ, અશોક કુમાર કે અમિતાભ બચ્ચનના નામે કેમ નહીં?

રાજકપૂર

તેમણે કહ્યું કે રાજ કપૂરે મૃત્યુ બાદ પણ ભારતને ગૌરવ આપ્યું તેમણે પોલિટિક્સ કરતા દેશને ધણુ આપ્યું છે.

કોંગ્રેસે શું કહ્યું

કોંગ્રેસે શું કહ્યું

કોંગ્રેસ પ્રવક્તા સંજય નિરૂપમે કહ્યું કે ભારતને બનાવવા માટે ગાંધી પરિવારે જે યોગદાન આપ્યું છે તેને સમજવામાં ઋષિ કપૂર અક્ષમ રહ્યા છે. વળી તેમણે કહ્યું કે તેમણે ઋષિ કપૂરને તેવા એરપોર્ટ અને અન્ય મહત્વપૂર્ણ જગ્યાઓના નામનું લિસ્ટ મોકલાવ્યું છે જે ગાંધી પરિવાર પર નથી.

અનુપમ ખેર

અનુપમ ખેર

જો કે અનુપમ ખેરે એક રીતે ઋષિ કપૂર પક્ષ લેતા કહ્યું કે ઋષિજીએ કંઇક કહ્યું હશે તો વિચારીને જ કહ્યું હશે અને તે કોઇ ખાસ પરિવારને લક્ષીને નથી પણ વિચારવા જેવી વાત છે.

કેઆરકે

કેઆરકે

તો કમાલ ખાને ઋષિ કપૂરને આ વાત પર વિરોધ નોંધવતા ટ્વિટ કરીને કહ્યું કે દારૂના નશામાં ઋષિ કપૂર કંઇ પણ લખે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X