RJDની જીત, નીતિશના પતનની શરૂઆતઃ લાલુ

મહારાજગંજ બેઠક પરથી આરજેડી પ્રભુનાથે પોતાના નજીકના પ્રતિસ્પર્ધી જનતા દળ(યુનાઇટેડ)ના ઉમેદવાર અને રાજ્યના શિક્ષા મંત્રી પીકે શાહીને મોટી માત્રામાં હરાવીને જીત હાસલ કરી છે. પોતાની જીત બાદ લાલુએ તેના પર પ્રતિક્રિયા આપતા કહ્યું છેકે જેડીયુની હાર નીતિશના પતનની શરૂઆત છે. તેમણે કહ્યું કે મહારાજગંજની જનતાએ યોગ્ય નિર્ણય લીધો છે. તેમણે કહ્યું કે, હવે આખા બિહારની જનતા નીતિશના ઢોંગને સમજી ગઇ છે.
પ્રભુનાથની જીત અંગે પૂછવામાં આવતા તેમણે કહ્યું કે, પ્રભુનાથ તો નિમિત માત્ર છે. જોકે, તેમણે એમ પણ કહ્યું કે આ પ્રભુનાથની જીત છે, આરજેડીની જીત છે અને લાલુની જીત છે. નોંધનીય છે કે સાંસદ ઉમાશંકર સિંહના નીધન બાદ આ બેઠક ખાલી પડી હતી.












Click it and Unblock the Notifications
