ઉત્તર પ્રદેશ ચૂંટણીઃ રાલોદના અધ્યક્ષ જયંત ચૌધરીએ ભાજપની ઓફર ઠુકરાવી, કહ્યુ - 700 ખેડૂત પરિવારોને આમંત્રણ આપો
જયંત ચૌધરીએ ભાજપના પ્રસ્તાવને ઠુકરાવી દીધો અને શું કહ્યુ, જાણો અહીં.
લખનઉઃ ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કાના મતદાન પહેલા ભારતીય જનતા પાર્ટીએ બુધવારે રાષ્ટ્રીય લોકદળ(રાલોદ)ના અધ્યક્ષ જયંત ચૌધરીને સાથે આવવા માટે આમંત્રણ આપ્યુ હતુ. જો કે જયંત ચૌધરીએ આ પ્રસ્તાવને ઠુકરાવી દીધો અને સાથે જ ભાજપને વિવાદાસ્પદ કૃષિ કાયદા સામે વર્ષ કરતા વધુ સમયથી ચાલી રહેલા આંદોલન દરમિયાન માર્યા ગયેલા ખેડૂતોની યાદ અપાવી. કેન્દ્રીય ગહમંત્રી અમિત શાહની જાટ નેતાઓ સાથે બેઠક બાદ મળેલી ઓફરને ઠુકરાવીને રાલોદ પ્રમુખ જયંત ચૌધરીએ ભાજપ સાથે જવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો. જયંત ચૌધરીએ કહ્યુ કે ભાજપ સાથે જવાને લઈને કોઈ વાતચીત થઈ નથી.

જયંત ચૌધરીએ કહ્યુ કે ખેડૂત પરિવાર સાથે ન્યાય થવો જોઈએ, જે ખેડૂત સંગઠનોને વચન આપવામાં આવ્યા છે તેનાથી ભાજપ મો ફેરવતી હોય તેવુ લાગી રહ્યુ છે. એ વચનોને પૂરા કરવામાં આવે. વળી, જયંત ચૌધરીએ એમ પણ કહ્યુ કે ભાજપ ધ્રુવીકરણ અને ધાર્મિક રાજકારણનો ત્યાગ કરે. જો કે તેમણે કહ્યુ કે આ બધુ કરવુ ભાજપ માટે અસંભવ છે માટે ગઠબંધનની કોઈ સંભાવવા નથી. આજે માત્ર જાટ નહિ પરંતુ યુવાનો, ખેડૂતો, મહિલાઓ પણ નારાજ છે.
તમને જણાવી દઈએ કે કૃષિ કાયદા વાપસી બાદ પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં ભાજપ માટે સ્થિતિઓ અનુકૂળ બનાવવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બુધવારે વિસ્તારના જાટ નેતાઓ સાથે વાતચીત કરી. સૂત્રો મુજબ બેઠકમાં રાલોદના સમાજવાદી પાર્ટી સાથે ગઠબંધનનો ઉલ્લેખ કરીને અમિત શાહે કહ્યુ કે જયંત ચૌધરી ખોટા ઘરમાં જતા રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આ બેઠક દિલ્લીથી ભાદૃજપના સાંસદ પ્રવેશ સાહિબ સિંહ વર્માના ઘરે થઈ અને તેને સામાજિક ભાઈચારા બેઠક નામ આપવામાં આવ્યુ હતુ.
न्योता मुझे नहीं, उन +700 किसान परिवारों को दो जिनके घर आपने उजाड़ दिए!!
— Jayant Singh (@jayantrld) January 26, 2022












Click it and Unblock the Notifications
