પૂર્ણિયામાં સર્જાયો માર્ગ અકસ્માત, ટ્રક પલ્ટી જવાથી આઠ મજૂરોના મોત
બિહારના પૂર્ણિયા જિલ્લામાંથી એક દર્દનાક અકસ્માતનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં એક ટ્રક બેકાબૂ થઈને પલ્ટી થઇ ગયો હતો. આ અકસ્માતમાં ટ્રકમાં સવાર 8 મજૂરોના મોત થયા હતા, જ્યારે અન્ય 8 લોકો ઘાયલ થયા હતા.

પૂર્ણિયા જિલ્લાના જલાલગઢ વિસ્તારની ઘટના
એક પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, દુર્ઘટના પૂર્ણિયા જિલ્લાના જલાલગઢ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ દરજિયા બારી પાસેનેશનલ હાઈવે 57 પર થઈ હતી.
નાયબ પોલીસ અધિક્ષક (સદર) સુરેન્દ્ર કુમાર સરોજના જણાવ્યા અનુસાર, અકસ્માતમાં માર્યા ગયેલાઆઠ મજૂરો રાજસ્થાનના રહેવાસી હતા અને લોખંડની પાઈપોથી ભરેલી ટ્રકમાં સિલીગુડીથી જમ્મુ જઈ રહ્યા હતા.
તેમણે જણાવ્યું કે,અકસ્માતમાં ઘાયલ થયેલા મજૂરોને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.

લોખંડની પાઈપમાં દટાઈ જવાથી કામદારોનું મોત
એવું કહેવામાં આવી રહ્યું છે કે, ટ્રક ડ્રાઈવરને ઉંઘ આવી હતી, જેના કારણે આ અકસ્માત થયો હતો.
ટ્રકમાં બોરબેલની પાઇપ અને અન્યચીજવસ્તુઓ ભરેલી હતી. ટ્રકનું સંતુલન બગડતાં તેમાં બેઠેલા મજૂરો લોખંડની પાઇપ નીચે દટાઇ ગયા હતા. જેના કારણે તેનું મોત નીપજ્યુંહતું.
આવા સમયે, અકસ્માતમાં ઘાયલ અન્ય મજૂરોની સારવાર ચાલી રહી છે. આ સાથે જ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાંઆવ્યા હતા.

પોલીસ અને બચાવકર્મીઓ ઘટના સ્થળે પહોંચી ગયા
ઘટનાની માહિતી મળતા જ જલાલગઢ અને કસ્બા પોલીસ સ્ટેશન પણ ઘટના સ્થળે પહોંચી ગયું હતું. અકસ્માત બાદ હાઈવે પર લોકોનાટોળા એકઠા થઈ ગયા હતા.
બચાવકર્મીઓએ પાઇપ નીચે દટાયેલા મૃતદેહોને બહાર કાઢ્યા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે, ઘટના બાદટ્રકનો ડ્રાઈવર ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.