For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

3 રાજ્યોમાં જીત બાદ પણ રાહુલ ગાંધીના પીએમ બનવાની રાહમાં 3 મોટા રોડા

રાહુલ ગાંધીને વિપક્ષના પ્રધાનમંત્રી પદના ઉમેદવાર બનાવવાનો પ્રસ્તાવ એમ કે સ્ટાલિને મૂક્યો હતો. પરંતુ આ પ્રસ્તાવથી અન્ય દળોએ હજુ સુધી પોતાનું અંતર જાળવી રાખ્યુ છે.

|
Google Oneindia Gujarati News

ત્રણ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી જીત્યા બાદ ડીએમકે અધ્યક્ષ એમકે સ્ટાલિને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના નામને પ્રધાનમંત્રી તરીકે પ્રસ્તાવિત કર્યુ હતુ. તેમણે રાહુલ ગાંધીને વિપક્ષના પ્રધાનમંત્રી પદના ઉમેદવાર બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. પરંતુ સ્ટાલિનના આ પ્રસ્તાવથી અન્ય દળોએ હજુ સુધી પોતાનું અંતર જાળવી રાખ્યુ છે. મહત્વની વાત એ છે કે છત્તીસગઢ, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં કોંગ્રેસના મુખ્યમંત્રીના શપથ ગ્રહણ કાર્યક્રમથી તમામ વિપક્ષી દળોએ પોતાનું અંતર જાળવી રાખ્યુ છે.

આ પણ વાંચોઃ 84ની એ રાત, જ્યારે સજ્જનકુમાર આવ્યા અને જીવતા સળગાવી દીધા સિખઃ સાક્ષીઆ પણ વાંચોઃ 84ની એ રાત, જ્યારે સજ્જનકુમાર આવ્યા અને જીવતા સળગાવી દીધા સિખઃ સાક્ષી

ટીએમસીએ જાળવ્યુ અંતર

ટીએમસીએ જાળવ્યુ અંતર

ટીએમસી નેતા ડેરેક ઓ બ્રાયને કહ્યુ કે વિપક્ષી દળો વચ્ચે એ વાત માટે સામાન્ય સંમતિ છે કે પ્રધાનમંત્રી પદના ઉમેદવારની પસંદગી ચૂંટણી બાદ થવી જોઈએ. જે રીતે સરકારની રચના બાદ મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી કમલનાથે રાજ્યના ખેડૂતોનું 2 લાખ કરોડ રૂપિયાનું દેવુ માફ કરવાનું એલાન કર્યુ તેના બ્રાયને કહ્યુ કે ભાજપે 2014માં પોતાના મેનિફેસ્ટોમાં ખેડૂતોની આવક બમણી કરવાનું વચન આપ્યુ હતુ પરંતુ હવે આ લોકો 2022 સુધીનો સમય માંગી રહ્યા છે. મમતા સરકારે ખેડૂતોની આવકને બંગાળમાં પાંચ વર્ષની અંદર બમણી કરવાનું વચન આપ્યુ હતુ પરંતુ 7 વર્ષમાં હવે તે ત્રણ ગણી થઈ ચૂકી છે.

સપા-બસપા હજુ પણ દૂર

સપા-બસપા હજુ પણ દૂર

કોંગ્રેસ સરકારના શપથ ગ્રહણ સમારંભમાં 17 પક્ષોના પ્રતિનિધિ શામેલ થયા હતા. પરંતુ આ કાર્યક્રમથી બસપા સુપ્રીમો માયાવતી, સપા પ્રમુખ અખિલેશ યાદવ, ટીએમસી અધ્યક્ષ મમતા બેનર્જીએ અંતર જાળવી રાખ્યુ. જો કે માયાવતીએ આરોગ્યનો હવાલો આપીને આ કાર્યક્રમથી અંતર જાળવ્યુ તો વળી આ કાર્યક્રમમાં શામેલ થવાની પુષ્ટિ કર્યા બાદ અખિલેશ યાદવ આનાથી દૂર રહ્યા. એક વરિષ્ઠ નેતાએ જણાવ્યુ કે વાસ્તવમાં અખિલેશ યાદવને સીટોની વહેંચણી થઈ જવા સુધી બસપાની રાહ પર ચાલીને અખિલેશ કોંગ્રેસથી અંતર જાળવી રાખવા માંગે છે.

ચંદ્રબાબુ નાયડુનો પણ બદલ્યો મિજાજ

ચંદ્રબાબુ નાયડુનો પણ બદલ્યો મિજાજ

મહત્વની વાત એ છે કે હાલમાં જ ટીડીપી નેતા ચંદ્રબાબુ નાયડુ જેમણે તમામ વિપક્ષી દળોને એકજૂથ કરવાની કવાયત શરૂ કરી હતી તેમણે પણ આ કાર્યક્રમથી અંતર જાળવી રાખ્યુ છે. ઉલ્લેખનીય વાત છે કે કમલનાથે સ્પષ્ટ કર્યુ છે કે રાહુલ ગાંધીએ ક્યારેય પોતાને પ્રધાનમંત્રી બનાવવાની વાત નથી કરી. આ સમસ્યાનું સમાધાન ચૂંટણી બાદ કરી શકાય છે. જો કે જોવાની વાત એ છે કે શું આવનારા સમયમાં વિપક્ષી દળો વચ્ચે એકતા જોવા મળે છે કે પછી સીટોની વહેંચણી વખતે આ એકતા ભાંગી પડે છે.

English summary
Road to PM post for Rahul Gandhi still not clear Mamta Banerjee Akhilesh Yadav and MAyawati are still in the way.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X