For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હરિયાણા: બેંકની નીચે 100 ફૂટ લાંબી સુરંગ બનાવી PNB માંથી કરી કરોડોની લૂંટ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 28 ઓક્ટોબર: હરિયાણા સોનીપતમાં મોટી બેંક રોબરી થઇ છે. મળતી માહિતી અનુસાર સોનિપતના ગોહાનના પંજાબ નેશનલ બેંકમાંથી કરોડો રૂપિયાની ચોરી કરવામાં આવી છે. બેંકની નીચે 100 ફૂટ લાંબી સુરંગ બનાવી 89 લોકર્સમાં લૂંટ કરવામાં આવી છે. એક મહિના સુધી બેંકની નીચે સુરંગ બનાવવામાં આવતી રહી પરંતુ બેંકમાં કોઇને ખબર પડી નહી.

સુરક્ષાના નામ પર લોકર રૂમની બહાર સીસીટીવી કેમેરા લાગેલો હતો, પરંતુ અંદર સુરક્ષાને લઇને કોઇ વ્યવસ્થા ન હતી. તેનો ફાયદો લૂંટારાઓ ઉઠાવ્યો. એક એક લોકરમાં 20-20 લાખની રકમ હોવાની વાત સામે આવી રહી છે. બેંક લૂંટવાનો ખુલાસો ત્યારે થયો જ્યારે લોકર રૂમમાં સુરંગનું મોઢું ખુલ્લુ જોવા મળ્યું. બીજો છેડો 100 ફૂટ જઇને મળ્યો. અત્યાર સુધી લૂંટારાઓનો કોઇ સુરાગ મળ્યો નથી.

સમાચારોના અનુસાર ચોરી એક ખાલી મકાનથી બેંક સુધી સુરંગ બનાવીને કરવામાં આવી. ચોરોએ બેંક સુધી લગભગ 100 ફૂટ લાંબી બનાવીને આ ચોરીની ઘટનાને અંજામ આપ્યું.

યોજના હેઠળ બનાવવામાં આવેલી સુરંગ બનાવવામાં ઓછામાં ઓછા એક મહિના જેટલો સમય લાગ્યો હશે, જ્યારે સુરંગ બેંકની નીચે બનાવવામાં આવી રહી હતી, ત્યારે બેંકના કર્મચારીઓને કોઇપણ પ્રકારનો આભાસ થયો નહી.

લોકર રૂમમાં સુરંગનું મોઢું ખુલ્લું જોવા મળ્યું જેનો બીજો ભાગ બેંકથી લગભગ 100 ફૂટ દૂર ઘણા સમયથી બંધ પડેલા મકાનમાં જોવા મળ્યો. 2 રૂમમાં સુરંગમાંથી કાઢવામાં આવેલી માટી એકઠી કરવામાં આવી હતી. આખી બિલ્ડિંગને ચારેય બાજુથી દરવાજા તથા બારીઓને લાડકાના બોર્ડથી સીલ કરી કામ કરવામાં આવ્યું છે. આ પ્રકારે સુરંગને સુનિશ્વિત પણે એક જ સ્થાન પર પહોંચાડવાનો મુદ્દો વધુ ગુંચવાડાભર્યો બનતો જાય છે.

bank

ગોહાન જેવા નાના શહેરમાં આટલી મોટી સેંધમારી પોતાનામાં એક મોટો મુદ્દો બની ગયો છે. પોલીસ ઘટના સ્થળ પર પહોંચી કાર્યવાહીમાં જોડાઇ ગઇ છે. સુરંગને અંદરથી તોડી મરોડી લોકર રૂમમાં પહોંચાડવામાં આવી છે. આ સેંધને અંજામ આપવા માટે એક મહિનાથી વધુ સમય લાગ્યો હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઘટનાને ચોરોએ હોશિંયારી પૂર્વક અંજામ આપ્યું છે. પોલીસ ઘટનાની તપાસમાં જોડાઇ ગઇ છે.

અન્ય બેંકોની માફક પીએનબી બેંકમાં રાત્રે કોઇપણ ગાર્ડ નિમવામાં આવ્યો ન હતો. જેથી ચોરોને પોતાની કામ કરવામાં કોઇપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડ્યો નહી. પીડિત લોકર ધારકોનું કહેવું છે કે તેમણે પોતાની જીવનભરની કમાણી અહીં એ આશા સાથે રાખી હતી કે તે અહીં સુરક્ષિત રહેશે, પરંતુ આજે તેમનું બધું લુંટાઇ ગયું છે. બધા લોકરોમાં 20-20 લાખ અથવા તેમાનું વધુ સોનું રાખ્યું હોવાની વાત સામે આવી રહી છે.

English summary
Robbers tunnelled through 100 feet of earth and concrete to break into a nationalised bank’s strong room and loot cash and valuables worth crores of rupees in Haryana’s Gohana township.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X