For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'હેરી પોટર ને હોગવર્ડ લઇ જનાર પ્રખ્યાત અભબિનેતા રોબિ કોલ્ટનનુ નિધન,' હોસ્પિટલમાં હતા દાખલ

'હેરી પોટર' સિરીઝમાં રુબિયસ હેગ્રીડની ભૂમિકા ભજવનાર અભિનેતા રોબી કોલટ્રેનનું નિધન થયું છે. અહેવાલ છેકે રોબી કોલટ્રેનનું 72 વર્ષની વયે અવસાન થયું છે. 'ધ હોલીવુડ રિપોર્ટર'ના સમાચાર મુજબ રોબીના મૃત્યુની પુષ્ટિ તેની એજન્સીએ

|
Google Oneindia Gujarati News

'હેરી પોટર' સિરીઝમાં રુબિયસ હેગ્રીડની ભૂમિકા ભજવનાર અભિનેતા રોબી કોલટ્રેનનું નિધન થયું છે. અહેવાલ છેકે રોબી કોલટ્રેનનું 72 વર્ષની વયે અવસાન થયું છે. 'ધ હોલીવુડ રિપોર્ટર'ના સમાચાર મુજબ રોબીના મૃત્યુની પુષ્ટિ તેની એજન્સીએ જ કરી છે. તમને જણાવી દઈએ કે 'હેરી પોટર' સિરીઝની ફિલ્મો સિવાય રોબી કોલટ્રેન ડિટેક્ટીવ ડ્રામા 'ક્રેકર'માં પણ જોવા મળ્યા હતા. તેઓ તેમની કોમેડી માટે જાણીતા હતા. માહિતી અનુસાર કોમેડિયન હોવા ઉપરાંત રોબી કોલટ્રેન લેખક પણ હતા.

72 વર્ષની વયે થયુ નિધન

72 વર્ષની વયે થયુ નિધન

રોબી કોલટ્રેનની એજન્ટ બેલિન્ડાએ તેમના મૃત્યુ વિશે માહિતી આપતાં જણાવ્યું છે કે તેમનું મૃત્યુ હોસ્પિટલમાં થયું હતું. અભિનેતાનું હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. રોબીના મૃત્યુથી તેની બહેન એની રે, તેમના બાળકો અને માતા પર દુઃખનો પહાડ છવાઈ ગયો છે. તેમના નિધનના સમાચાર સાંભળીને હોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. તેમના નિધનના સમાચારથી ઘણા લોકો દુ:ખી થયા છે. જો કે, રોબી કોલટ્રેનને શા માટે અને કેટલા દિવસો માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો તે હજુ સુધી જાણી શકાયું નથી. તેમજ તેનું મોત કયા કારણોસર થયું તે પણ જાણી શકાયું નથી.

હેરી પોટરમાં બન્યા હતા રુબિયસ હેગ્રિડ

હેરી પોટરમાં બન્યા હતા રુબિયસ હેગ્રિડ

રોબીના એજન્ટે જાહેર કરેલા નિવેદનમાં કહ્યું છે - રોબી એક અદભૂત પ્રતિભાશાળી અભિનેતા હતો. સતત ત્રણ વખત સર્વશ્રેષ્ઠ અભિનેતાનો બાફ્ટા એવોર્ડ જીતવા બદલ તેમનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ નોંધાયેલું હતું. 'હેરી પોટર' ફિલ્મોમાં હેગ્રીડ તરીકે આવનારા દાયકાઓ સુધી તેમને શ્રેષ્ઠ રીતે યાદ કરવામાં આવશે. આ એવી ભૂમિકા હતી જેણે સમગ્ર વિશ્વમાં બાળકો અને પુખ્ત વયના લોકોના હૃદયમાં સ્થાન બનાવ્યું હતું.

હેરી પોટર સિવાય આ જગ્યાએ કર્યુ કામ

હેરી પોટર સિવાય આ જગ્યાએ કર્યુ કામ

રોબી કોલટ્રેને 'હેરી પોટર'માં રુબિયસ હેગ્રીડનું પાત્ર ભજવ્યું જે હેરી પોટરને હોગવર્ટ્સ લઈ જાય છે. રોબી કોલટ્રેન 'હેરી પોટર'ના કારણે સૌથી વધુ ફેમસ થયો હતો. આ સિરીઝની ફિલ્મો પછી તેણે ટીવીમાં કામ કર્યું. 'ક્રેકર' સિવાય, રોબી કોલટ્રેને 'નેશનલ ટ્રેઝર' અને 'અર્બન મિથ્સ' જેવા ઘણા ટીવી શોમાં કામ કર્યું છે.

English summary
Robbie Colton, the famous actor who took Harry Potter to Hogwarts, has passed away
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X