For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદીને સમર્થન આપશે રજનીકાંત, ભાજપમાં જોડાવાની શક્યતા!

|
Google Oneindia Gujarati News

rajanikanth
ચેન્નાઇ, 20 સપ્ટેમ્બર : દક્ષિણ ભારતમાં પોતાના જનાધારને ગુમાવી બેઠેલી ભાજપા માટે એક સારા સમાચાર છે કે દક્ષિણના સુપર સ્ટાર અને સ્થાનીય લોકોમાં ખૂબ જ લોકપ્રિય અભિનેતા રજનીકાંત ભાજપામાં જોડાય તેવી સંભાવના છે. જો આ ઘટના ઘટે તો એવું કહીં શકાય કે ફિલ્મોના રજનીકાંતનું રાજકારણના રજનીકાંતને મળશે સમર્થન.

કહેવામાં આવી રહ્યું છે કે તે મોદીની નજીક છે અને જ્યારે રજનીકાંત હોસ્પિટલમાં દાખલ હતા તો તેમને જોવા માટે મોદી હોસ્પિટલ ગયા હતા, ત્યાં મોદી તમિલનાડુની મુખ્યમંત્રી જયલલિતાના સપથગ્રહણ સમારંભમાં પણ હાજર રહ્યા હતા.

તમિલનાડુમાં ભાજપાના પ્રદેશ અધ્યક્ષ રાધાકૃષ્ણને કહ્યું કે દક્ષિણમાં જનતા રજનીકાંતનું ખૂબ જ સન્માન કરે છે, એવામાં જો તેઓ જનતાને અપીલ કરશે તો તેનો ચોક્કસ ફાયદો ભાજપને મળી શકે છે. રજનીકાંત કોઇ દળ વિશેષનું પ્રતિનિધિત્વ નથી કરતા પરંતુ દેશના હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા તેઓ ભાજપાની સાથે આવી શકે છે. આશા સેવવામાં આવી રહી છે કે જો એવું થાય છે તો તમિળનાડુમાં ભાજપાને મોટી સફળતા મળી શકે છે.

આ ઉપરાંત 26 સપ્ટેમ્બરના રોજ તિરુચિમાં ભાજપાની એક વિશાળ રેલી થશે, જે મોદીના પીએમ પદના ઉમેદવાર બન્યા બાદ પહેલી રેલી હશે. જેમાં દક્ષિણના ઘણા મોટા નેતાઓના નામ ભાજપામાં સામેલ થઇ શકે છે.

English summary
Is it a Narendra Modi effect or something else. Superstar Rajnikanth may join BJP which will help to make strong position of BJP in south India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X