For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતમાંથી 1300 રોહિંગ્યા મુસલમાનોને મોકલાયા બાંગ્લાદેશ, યુએને કરી ટીકા

આ વર્ષની શરૂઆતમાં લગભગ 1300 રોહિંગ્યા મુસલમાનોને ભારતમાંથી બાંગ્લાદેશ મોકલવામાં આવ્યા છે.

|
Google Oneindia Gujarati News

આ વર્ષની શરૂઆતમાં લગભગ 1300 રોહિંગ્યા મુસલમાનોને ભારતમાંથી બાંગ્લાદેશ મોકલવામાં આવ્યા છે. એક અધિકારી તરફથી બુધવારે આ વાતની જાણકારી આપવામાં આવી છે. ભારતમા રોહિંગ્યા મુસલમાન મ્યાનમારમાં સેનાના અભિયાનને કારણે ભારત આવીને વસ્યા છે. ભારતના આ પગલાંની હવે યુનાઈટેડ નેશન્સ અને ઘણા માનવાધિકારી સંગઠન ટીકા કરી રહ્યા છે. તેમનું કહેવુ છે કે ભારતે આંતરરાષ્ટ્રીય કાયદાનું પાલન કર્યુ નથી. યુએમ અને બીજા સંગઠનોએ ભારત પર આરોપ લગાવતા એ પણ કહ્યુ કે મ્યાનમારમાં સંભવિત ખતરા વચ્ચે રોહિંગ્યા મુસલમાનોને પાછા મોકલવા કાયદો તોડવા જેવુ છે.

rohingya

40,000 રોહિંગ્યા દેશનૈ અલગ અલગ ભાગોમાં ભારતે યુએન રેફ્યુજી કન્વેન્શનને સાઈન કર્યા છે. વર્ષ 2018માં ભારતમાં 230 રોહિંગ્યા મુસલમાનોની ધરપકડ થઈ હતી. ઈન્ટર સેક્ટર કોઓર્ડિનેશન ગ્રુપ (આઈએસસીજી) ની પ્રવકતા નયના બોઝે જણાવ્યુ છે કે 3 જાન્યુઆરીથી રોહિંગ્યા મુસલમાનોનું બાંગ્લાદેશ પહોંચવુ ઝડપી બન્યુ છે. અત્યાર સુધીની જાણકારી મુજબ આ વર્ષ અત્યાર સુધી 300 પરિવારોના લગભગ 1300 લોકોને ભારત તરફથી બાંગ્લાદેશ મોકલવામાં આવી ચૂક્યા છે. આઈએસસીજીમાં યુએનની ઘણમી એજન્સીઓ અને બીજા અમુક વિદેશી માનવીય સંગઠન શામેલ છે.

કહેવામાં આવી રહ્યુ છે કે સીમા પાર કરીને બાંગ્લાદેશ આવેલા લોકોને પોલિસે કસ્ટડીમાં લીધા છે અને કોક્સ બજાર મોકલી દીધા છે. કોક્સ બજાર બાંગ્લાદેશના દક્ષિણનો એક જિલ્લો છે જ્યાં દુનિયાના સૌથી મોટા શરણાર્થી શિબિર છે. ઉલ્લેખનીય છે કે ભારતમાં ગેરકાયદેસર રીતે દાખલ થવાના આરોપમાં 2012થી જેલમાં બંધ સાત રોહિંગ્યા મુસલમાનોને પોલિસે અસમ-મ્યાનમાર બોર્ડર પર મોકલી દીધા છે. મ્યાનમાર સેનાના અભિયાનથી બચવા માટે લગભગ સાત લાખ રોહિંગ્યા બાંગ્લાદેશ ભાગી ગયા છે. વળી, લગભગ 40,000 રોહિંગ્યા શરણાર્થીઓએ ભારતના અલગ અલગ ભાગોમાં શરણ લીધા છે. 15,000 થી પણ ઓછા શરણાર્થીઓ સંયુક્ત રાષ્ટ્રના હાઈ કમિશનમાં રજિસ્ટર્ડ છે.

આ પણ વાંચોઃ ડોનાલ્ડ ટ્રમ્પે આપ્યુ રાજીનામુ, દુનિયાભરમાં ઉજવણીનો માહોલ, જાણો આખા સમાચારઆ પણ વાંચોઃ ડોનાલ્ડ ટ્રમ્પે આપ્યુ રાજીનામુ, દુનિયાભરમાં ઉજવણીનો માહોલ, જાણો આખા સમાચાર

English summary
At least 1,300 Rohingya Muslims have crossed into Bangladesh from India since the start of the year.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X