For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટ્રેનમાં મહિલાઓની છેડતી કરી તો હવે થશે 3 વર્ષની સજા

રેલવે સુરક્ષા બળ (આરપીએફ) એ ટ્રેનમાં મહિલાઓ સાથે થતી છેડતીની ઘટનાઓમાં 3 વર્ષની સજાનો પ્રસ્તાવ આપ્યો છે.

|
Google Oneindia Gujarati News

રેલવે સુરક્ષા બળ (આરપીએફ) એ ટ્રેનમાં મહિલાઓ સાથે થતી છેડતીની ઘટનાઓમાં 3 વર્ષની સજાનો પ્રસ્તાવ આપ્યો છે. આરપીએફના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યુ કે રેલવે અધિનિયમમાં શામેલ કરવા માટે આરપીએફ તરફથી પ્રસ્તાવિત નવી જોગવાઈમાં એક જોગવાઈ એ પણ છે કે ટ્રેનમાં મહિલાઓ સાથે છેડતી કરવાના ગુનામાં 3 વર્ષની સજા થઈ શકે છે.

train

જો આ પ્રસ્તાવ મંજૂર થઈ જાય છે તો એક મહિલા સાથે છેડતી માટે આઈપીસી હેઠળ અપાતી સજાની તુલનામાં રેલવે અધિનિયન હેઠળ સજા વધુ થઈ જશે. તમને જણાવી દઈએ કે આઈપીસી હેઠળ આવા આરોપીઓને એક વર્ષની સજાની જોગવાઈ છે. અધિકારીએ જણાવ્યુ કે ટ્રેનમાં મહિલાઓ સાથે વધતા ગુનાને જોતા આરપીએફે આને રેલવે અધિનિયમમાં શામેલ કરવા માટે કેટલીક જોગવાઈનો પ્રસ્તાવ મોકલ્યો છે.

આ પણ વાંચોઃ પીએમ મોદીની આયુષ્માન ભારત યોજનાને 5 મુખ્યમંત્રીઓએ કેમ 'ના' કહી?આ પણ વાંચોઃ પીએમ મોદીની આયુષ્માન ભારત યોજનાને 5 મુખ્યમંત્રીઓએ કેમ 'ના' કહી?

જેમાં રાજકીય રેલવે પોલિસ (જીઆરપી) ની મદદ લીધા વિના આ પ્રકારના આરોપીઓને પકડવાનો અધિકાર તેમને આપવામાં આવે. અધિકારી અનુસાર આ જોગવાઈ આપવા માટે સૌથી ખાસ કારણ એ છે કે ઝડપથી કાર્યવાહી કરી શકાય અને જીઆરપીની મદદ લેવી ન પડે. આરપીએફે પોતાના તરફથી આ જોગવાઈને શામેલ કરવા માટે મોકલી દીધુ પરંતુ હવે જોવાનું એ છે કે શું રેલેવે આ પ્રસ્તાવને મંજૂર કરે છે કે નહિ.

English summary
RPF proposes 3-year jail term for eve-teasing in Indian Railways trains
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X