• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

મેં ચૂંટણીમાં 8 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે, જે કરવું હોય તે કરો: મુંડે

|
gopinath munde
નવી દિલ્હી, 28 જૂન : બીજેપી નેતા ગોપીનાથ મુંડેનું એક નિવેદન તેમના માટે મુશ્કેલી પેદા કરી શકે તેમ છે. ગોપીનાથ મુંડેએ એક સભા દરમિયાન જણાવ્યું કે તેમણે ચૂંટણીમાં 8 કરોડ રૂપિયાનો ખર્ચો કર્યો છે. મુંડેએ એ પણ કહ્યું કે જો આ કબૂલાતના પગલે તેમના પર કોઇ કાર્યવાહી થાય છે તો તેમને કોઇ ચિંતા નથી. આમ પણ લોકસભા ચૂંટણી થવામાં થોડાક જ મહીનાઓ બચ્યા છે. ઉલ્લેખનીય છે કે એક સાંસદ માટે ચૂંટણી ખર્ચની મર્યાદા માત્ર 40 લાખ રૂપિયા હોય છે.

મુંડેએ ગુરુવારે નરેન્દ્ર મોદીની હાજરીમાં એક સભામાં કહ્યું કે પહેલા ચૂંટણીમાં મેં માત્ર કેટલાંક હજારો જ ખર્ચ્યા, પરંતુ ગઇ ચૂંટણીમાં 8 કરોડ રૂપિયા ખર્ચ કરવા પડ્યા. હવે કોઇ ચૂંટણીપંચ અથવા ઇનકમ ટેક્સનો અધિકારી અત્રે હાજર હોય તો સાંભળી લે. આમ માત્ર થોડાક જ મહિનાઓ વધ્યા છે.

મુંડના નિવેદન બાદ તુરંત કોંગ્રેસે તેમના પર હુમલો કરવાનું ચાલુ કરી દીધું છે. કોંગ્રેસ નેતા સત્યવ્રત ચતુર્વેદીએ કહ્યું કે મુંડેએ દેશના નિયમ અને કાનૂનનું ઉલ્લંઘન કર્યું છે. ચૂંટણીપંચે કાનૂની કાર્યવાહી કરવી જોઇએ. ચતુર્વેદીએ કહ્યું કે ચૂંટણી બાદ મુંડેએ પોતાનું એકાઉન્ટ જમા કર્યું હશે, જે નિયમાનુસાર દરેક સાંસદે કરવાનું હોય છે. જો તેમણે આ આંકડાઓ ન્હોતા બતાવ્યા તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઇએ.

જ્યારે સૂચના પ્રસારણ મંત્રી મનીષ તિવારીએ કહ્યું કે ગોપીનાથ મુંડે પર ચૂંટણી પંચે સુઓમોટો દાખલ કરવો જોઇએ. આ ચૂંટણી પંચે જોવાનું છે કે કોઇ ઉમેદવારે કેટલો ખર્ચ કરે છે. મુંડે 25 લાખની મર્યાદાને ઘણી વખત પાર કરી ચૂક્યા છે. જો મુંડેજીએ કહ્યું છે કે તેમણે વધારે ખર્ચ કર્યો છે તો ચૂંટણી પંચ નક્કી કરે કે તેમણે શું કરવું જોઇએ.

English summary
Member of Parliament and senior BJP leader Gopinath Munde on Thursday claimed here that a whopping Rs eight crore was spent during his 2009 Lok Sabha election campaign.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more