For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

2019 ઈલેક્શન પહેલા RSS અને AAP નો સર્વે, ચોંકાવનારી બાબત સામે આવી

દિલ્હીની સાત લોકસભા સીટો પર આરએસએસ ઘ્વારા સર્વે કરવામાં આવ્યો છે, જેના પરિણામ ભાજપની મુસીબત વધારી શકે છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

દિલ્હીની સાત લોકસભા સીટો પર આરએસએસ ઘ્વારા સર્વે કરવામાં આવ્યો છે, જેના પરિણામ ભાજપની મુસીબત વધારી શકે છે. આ સર્વેમાં એવી બાબત સામે આવી છે કે દિલ્હીની 7 સીટોમાંથી ભાજપ 5 સીટો હારી શકે છે જયારે આમ આદમી પાર્ટીને આ 5 સીટો પર જીત મળી શકે છે. દિલ્હીમાં બીજેપીને ફક્ત 2 સીટો પર જીત મળતી દેખાઈ રહી છે. આપને જણાવી દઈએ કે હાલમાં દિલ્હીની બધી જ 7 સીટો પર ભાજપનો કબ્જો છે. સર્વેમાં જણાવવામાં આવ્યું છે કે દિલ્હીની બધી જ સીટો પર ભાજપને સખત મહેનત કરવાની જરૂર છે.

આમ આદમી પાર્ટીનો સર્વે

આમ આદમી પાર્ટીનો સર્વે

જયારે આમ આદમી પાર્ટી ઘ્વારા પણ એક સર્વે કરવામાં આવ્યો. જેમાં આ વાત સામે આવી કે આમ આદમી પાર્ટી દિલ્હીની ચાર સીટો જીતવા માટે મજબૂત છે જયારે બાકીની ત્રણ સીટો પર ટક્કર થઇ શકે છે. કોંગ્રેસ ઘ્વારા દિલ્હીમાં કોઈ પણ સર્વે નથી કરાવવામાં આવ્યો.

ભાજપ અહીં કમજોર

ભાજપ અહીં કમજોર

આરએસએસ ઘ્વારા કરાવવામાં આવેલા સર્વેમાં જણાવવામાં આવ્યું છે કે જે બે સીટો પર ભાજપના ઉમેદવાર મજબૂત છે, તેમાં વેસ્ટ દિલ્હી અને સાઉથ દિલ્હીની સીટો છે. જ્યાં પ્રવેશ વર્મા અને રમેશ બિધુડી મજબૂત છે. જયારે ઉદિત રાજ સૌથી કમજોર સાંસદ તરીકે સામે આવ્યા છે. એટલું જ નહીં પરંતુ કેન્દ્રીય મંત્રી હર્ષવર્ધન વિરુદ્ધ પણ લોકોમાં અસંતોષ છે. પરંતુ તેમની સાફ છબી તેમના પક્ષમાં કામ કરી રહી છે, જેનો ફાયદો તેમને મળી શકે છે.

કોંગ્રેસ તૈયારી કરી રહી છે

કોંગ્રેસ તૈયારી કરી રહી છે

આમ આદમી પાર્ટી ઘ્વારા કરવામાં આવેલા સર્વે અનુસાર ટ્રાન્સ યમુનાની બંને સીટો પર પાર્ટીની સ્થિતિ મજબૂત છે. જયારે નવી દિલ્હી અને એકમાત્ર આરક્ષિત સીટ પર આમ આદમી પાર્ટી ઘણી પાછળ નથી. કોંગ્રેસ ઉમેદવાર હજુ તૈયારી કરી રહ્યા છે કારણકે પાર્ટી આ વખતે યુવા ઉમેદવારને ચાન્સ આપી શકે છે. સૂત્રો અનુસાર કેટલાક કોંગ્રેસ નેતાઓ પોતાના બાળકો માટે ટિકિટ મેળવવા માટે લાગ્યા છે. તેમાં સજ્જન કુમાર, જેપી અગ્રવાલ અને શીલા દીક્ષિત શામિલ છે.

English summary
RSS and AAP survey in Delhi ahead of 2019 loksabha elections reveals the real scenario.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X