For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રમુખ મોહન ભાગવતે કોંગ્રેસની પ્રશંસા કરી

ભાગવતે કહ્યુ કે કોંગ્રેસે દેશના સ્વતંત્રતા સંગ્રામમાં મોટી ભૂમિકા નિભાવી અને ભારતને ઘણી હસ્તીઓ આપી છે અને તેને કોઈ ભૂલી ન શકે.

|
Google Oneindia Gujarati News

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો ત્રિદિવસીય મંથન શિબિર રાજધાની દિલ્હીમાં સોમવારથી શરૂ થઈ ગયો છે. આ કાર્યક્રમમાં દેશના ગણમાન્ય લોકો આવ્યા છે અને હજુ પણ નેતાઓ અભિનેતાઓ પહોંચવાનો સિલસિલો ચાલુ જ છે. મંથન કાર્યક્રમનો શુભારંભ કરતા સંઘ પ્રમુખ મોહન ભાગવતે પોતાના વિચારો લોકો સમક્ષ મૂક્યા. તેમણે કહ્યુ સંઘના કાર્યકર્તા કોઈ પ્રચાર વિના પોતાનું કામ કરે છે તેમને કોઈ પ્રચારની જરૂર નથી હોતી. હા ક્યારેક ક્યારેક તેઓ ટીકાઓથી ઘેરાઈ જાય છે.

મોહન ભાગવતે કરી કોંગ્રેસની પ્રશંસા

મોહન ભાગવતે કરી કોંગ્રેસની પ્રશંસા

સંઘની વાત કરતા કરતા ભાગવતે કોંગ્રેસની પ્રશંસા પણ કરી દીધી. ભાગવતે કહ્યુ કે કોંગ્રેસે દેશના સ્વતંત્રતા સંગ્રામમાં મોટી ભૂમિકા નિભાવી અને ભારતને ઘણી હસ્તીઓ આપી છે અને તેને કોઈ ભૂલી ન શકે અને એટલા માટે આનો ઉલ્લેખ જરૂરી છે.

આ પણ વાંચોઃ રેવાડી ગેંગરેપઃ ડૉક્ટર સહિત ત્રણ આરોપીઓને 5 દિવસના પોલિસ રિમાન્ડઆ પણ વાંચોઃ રેવાડી ગેંગરેપઃ ડૉક્ટર સહિત ત્રણ આરોપીઓને 5 દિવસના પોલિસ રિમાન્ડ

‘ભગવા ધ્વજને અમે અમારા ગુરુ મનીએ છીએ'

‘ભગવા ધ્વજને અમે અમારા ગુરુ મનીએ છીએ'

ભાગવતે આગળ કહ્યુ કે સંઘ હંમેશા ત્રિરંગાનું સમ્માન કરે છે પરંતુ ભગવા ધ્વજને અમે અમારા ગુરુ માનીએ છીએ. દર વર્ષે આ ધ્વજની સામે અમે લોકો ગુરુ દક્ષિણા કાર્યક્રમ આયોજિત કરીએ છીએ પરંતુ સંઘ કોઈ પ્રકારનો દબદબો નથી ઈચ્છતો. મને જે જાણકારી છે અને હું મારા બુદ્ધિ-વિવેકથી જે રીતે વિચારુ છુ એ આધાર પર પોતાનો દ્રષ્ટિકોણ રજૂ કરવા આવ્યો છુ. હવે એ તમારા પર નિર્ભર કરે છે કે તમે આને કઈ રીતે જુઓ છો અને મારી વાતો પર શું વિચારો છો. સંઘની પોતાની એક વિશિષ્ટ ઓળખ છે અને આના કારણે લોકો વચ્ચે ઓળખાય છે.

આપણા દેશની સમસ્યા હિંદુ જ છેઃ ભાગવત

આરએસએસ પ્રમુખ ભાગવતે કહ્યુ કે આપણા દેશના પતનનો આરંભ આપણા પતનથી થયો છે એટલે આપણા દેશની સમસ્યા હિંદુ જ છે એટલા માટે આપણે સુધારાની જરૂર છે અને એટલા માટે જ સંપૂર્ણ હિંદુ સમાજને સંગઠિત કરવા માટે સંઘની સ્થાપના થઈ હતી. અમે કોઈના પર કંઈ થોપવા નથી ઈચ્છતા. અમે માત્ર વિચારો વહેંચવા ઈચ્છીએ છીએ.

આ પણ વાંચોઃ મિસ વર્લ્ડ માનુષી છિલ્લરના આ ફોટાને મળ્યા 3 લાખ લાઈક્સઆ પણ વાંચોઃ મિસ વર્લ્ડ માનુષી છિલ્લરના આ ફોટાને મળ્યા 3 લાખ લાઈક્સ

English summary
RSS Chief Mohan Bhagwat acknowledged the role played by the Congress in India's independence.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X