For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Dussehra 2021: વિજયાદશમી પર મોહન ભાગવતે કરી શસ્ત્ર પૂજા, રાષ્ટ્રપતિ-PMએ આપી દેશવાસીઓને શુભકામના

RSS પ્રમુખ મોહન ભાગવતે આજે નાગપુરમાં 'વિજયાદશમી'ના પવિત્ર પર્વ પર શસ્ત્ર પૂજા કરી.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ RSS પ્રમુખ મોહન ભાગવતે આજે નાગપુરમાં 'વિજયાદશમી'ના પવિત્ર પર્વ પર શસ્ત્ર પૂજા કરી. કોરોના પ્રોટોકૉલને જોતા આ વખતે કાર્યક્રમમાં કોઈ પણ અતિથિને બોલાવવામાં આવ્યા નથી. શસ્ત્ર પૂજાનુ પ્રસારણ ઑનલાઈન પણ થયુ. જો કે આજના કાર્યક્રમમાં આરએસએસ પ્રમુખ મોહન ભાગવત સહિત 200 સ્વયંસેવક પ્રત્યક્ષ રૂપે શામેલ થયા. આ કાર્યક્રમનુ આયોજન ડૉ. હેડગેવાર સ્મૃતિ ભવનમાં થયુ જ્યાં સૌથી પહેલા તેમણે ડૉ. હેડગેવારની પ્રતિમા પર પુષ્પ અર્પણ કર્યા અને ત્યારબાદ તેમણે શાખાના ધ્વજને વંદન, શસ્ત્ર પૂજન, શારીરિક વિરોધ અને સંઘના ગીતમાં ભાગ લીધો. તમને જણાવી દઈએ કે વિજયાદશમી આરએસએસના મુખ્ય તહેવારોમાંનો એક છે.

પીએમ મોદીએ પાઠવી શુભકામનાઓ

પીએમ મોદીએ પાઠવી શુભકામનાઓ

જ્યાં નાગપુરમાં ભાગવતે શસ્ત્ર પૂજન કર્યુ ત્યાં બીજી તરફ વિજયાદશમી પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને શુભકામનાઓ પાઠવી છે. તેમણે ટ્વિટર પર લખ્યુ છે કે, 'વિજયાદશમીના પવિત્ર અવસર પર આપ સહુને અનંત શુભકામનાઓ.'

રાષ્ટ્રપતિ કોવિંદે આપી શુભકામનાઓ

વળી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ દેશવાસીઓને વિજયાદશમીની શુભકામનાઓ આપી છે. તેમણે ટ્વિટ કર્યુ છે કે, 'વિજયાદશમીના શુભ અવસર પર સહુ દેશવાસીઓને હાર્દિક શુભકામના. દશેરા અનિષ્ટ પર અચ્છાઈની વિજયનુ પ્રતીક છે. આ તહેવાર આપણે નૈતિકતા, ભલાઈ અને સદાચારના રસ્તે ચાલવાની પ્રેરણા આપે છે. મારી શુભકામના છે કે આ પર્વ દેશવાસીઓના જીવનમાં સમૃદ્ધિ અને પ્રસન્નતાનો સંચાર કરે.'

પ્રભુ શ્રીરામ સહુનુ કલ્યાણ કરેઃ અમિત શાહ

ગૃહમંત્રી અમિત શાહે પણ ટ્વિટ કર્યુ છે કે, 'સમસ્ત દેશવાસીઓને વિજયાદશમીની હાર્દિક શુભકામનાઓ. અધર્મ, અન્યાય, અસત્ય તેમજ અત્યાચાર પર ધર્મ, ન્યાય, સત્ય અને સદાચારની શાશ્વત જીતનુ આ પર્વ સહુને પોતાની અંદર બુરાઈનો ત્યાગ કરીને માનવતાના માર્ગે ચાલવાની પ્રેરણા આપે છે. પ્રભુ શ્રીરામ સહુનુ કલ્યાણ કરે. જય શ્રી રામ.'

English summary
RSS chief Mohan Bhagwat performs 'Shastra Pooja' on the occasion of #VijayaDashami2021 in Nagpur. PM Modi and President Kovind Greet The Nation.Read more at: https://hindi.oneindia.com/news/india/dussehra-2021-mohan-bhagwat-performs-shastra-pooja-pm-president-greet-the-nation-643870.html?story=1
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X