For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

RSS પ્રમુખ મોહન ભાગવતે કહ્યું કેમ તે ફેસબુક, ટ્વિટર પર નથી

મોહન ભાગવતે જણાવ્યું કારણ કે કેમ સંઘ અને તેમનું પોતાનું કોઇ ફેસબુક કે ટ્વિટર એકાઉન્ટ નથી. સાથે જ જાણવ્યું કે સોશ્યલ મીડિયાની શું સીમાઓ છે.

|
Google Oneindia Gujarati News

રાષ્ટ્રીય સ્વંય સેવક સંધના પ્રમુખ મોહન ભાગવતે સોશ્યલ મીડિયાને લઇને મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરનાર લોકો ઉદ્ધત અને પોતાનામાં કેન્દ્રિત થઇ જાય છે. ભાગવતે કહ્યું કે તે કદી પણ ફેસબુક અને ટ્વિટર પર પોતાનું એકાઉન્ટ નહીં બનાવે. આર્ગેનાઇઝર અને પાંચજન્યને આપેલા ઇન્ટરવ્યૂમાં ભાગવતે કહ્યું કે સોશ્યલ મીડિયા મહત્વનું હથિયાર છે. અને તેનો ઉપયોગ જરૂરિયાત મુજબ થવો જોઇએ.

મોહન ભાગવત

મોહન ભાગવત

રવિવારે પાંચજન્ય અને ઓર્ગેનાઇજેશનમાં આપેલા ઇન્ટરવ્યૂમાં ભાગવતે કહ્યું કે સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરતી વખતે તમને તેની સીમાઓને પણ સમજવું જોઇએ અને તેનાથી થતા નુક્શાનને પણ સમજવું જોઇએ. તે તેમને ઉદ્ધત અને પોતાનામાં કેન્દ્રિત કરી શકે છે. તેમણે કહ્યું કે સોશ્યલ મીડિયાનો મતલબ થાય છે હું અને મારી પોતાની ભાવનોઓને બીજા બધાની સાથે શેયર કરવી.

RSS

RSS

ભાગવતે કહ્યું કે આમ કરવાથી આપણે કોઇને પુછ્યા વગર, કોઇની સલાહ લીધા વગર પોતાની ભાવના વ્યક્ત કરીએ છીએ. જેના કારણે કેટલીક વાર તે લોકોમાં ભ્રમ અને દૂરીઓ લાવે છે. સાથે જ તેના કારણે આપણે આપણા નજીકના લોકોને પણ દુખ પહોંચાડીએ છીએ. જે પછી તે તેને ડિલિટ કરી દે છે. આવું અનેક લોકો જોડે થાય છે. જેમાં સ્વયંસેવકો પણ સામેલ છે.

ફેસબુક

ફેસબુક

તેમણે કહ્યું કે ફેસબુક તેના નામથી જ જણાવે છે કે તે તમારા ચહેરા અને નામને તમારી વ્યક્તિત્વની ઓળખ માને છે. જેના કારણે તે તમને સ્વકેન્દ્રિત કરી દે છે. પોતાને કેન્દ્રમાં રાખવાની પણ કેટલીક સીમા હોય છે. પણ સંગઠનાત્મક સ્તરે તેવું નથી. આ કારણે સંધનું ટ્વિટર અને ફેસબુક એકાઉન્ટ નથી. અને મારું પણ નથી અને ના હું કદી બનાવીશ.

English summary
RSS Chief Mohan Bhagwat tells why he has no account on Facebook and twitter.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X