For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

RSSને રામ મંદિર બનાવવાનો કોઇ અધિકાર નથી: શંકરાચાર્ય

|
Google Oneindia Gujarati News

ram temple
ભોપાલ, 26 માર્ચ: દ્વારકા શારદાપીઠના શંકરાચાર્ય જગદગુરુ સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીએ જણાવ્યું કે રાષ્ટ્રીય સ્વયમ સેવક સંઘ આરએસએસ અથવા કોઇ અન્ય દળને અયોધ્યામાં ભગવાન રામનું મંદિર બનાવવાનો કોઇ અધિકાર નથી, જે તેમને માત્ર ભગવાન નહી પરંતુ આદર્શ મહાપુરુષની માન્યતા આપતો હોય. સંઘ પણ આર્ય સમાજની જેમ રામને આદર્શ માનવી જ માને છે. આવા લોકોને હિન્દુ સમાજ પોતાના આરાધ્યનું મંદિર બનાવવાની અનુમતિ નહી આપી શકે.

શંકરાચાર્યએ જણાવ્યું કે આપણે બધા ભગવાન રામને પોતાના આરાધ્ય માનીને તેમનું પુજા અર્ચના કરે છે. જ્યારે આરએસએસ માટે તે માત્ર રાષ્ટ્રીય મહાપુરુષ અને મર્યાદા પુરુષોત્તમ છે. આ લોકો તો મંદિરમાં રામની પ્રતિમા લગાવશે, ભગવાનની વિગ્રહમૂર્તિ નહી.

શંકરાચાર્યએ જમાવ્યું કે અમે અમારા મહાપુરુષોને ઇશ્વરની હરોળમાં મૂકીને પૂજા કરીએ છીએ. તેમણે જણાવ્યું કે જ્યારે રામને સામાન્ય મનુષ્ય કહેવામાં આવ્યા તો તેમની સભામાં બેઠેલા અંગદે રાવણને મારવા માટે હાથ ઉઠાવી લીધો હતો. સંત સમાજ ભગવાન રામને ભગવાનનો જ અવતાર માને છે. શંકરાચાર્યએ છેલ્લે જણાવ્યું કે
મે આ જ કારણોસર સંઘને લઇને આ વાત કહીં.

English summary
RSS have no right to make ram temple said sankaracharya.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X