ઈસ્લામ આવ્યા બાદ જ છૂત-અછૂતની પરંપરા આવીઃ RSS નેતા
વરિષ્ઠ આરએસએસ નેતા કૃષ્ણ ગોપાલે સોમવારે દાવો કર્યો છે કે છૂત-અછૂતની પરંપરા ભારતમાં ઈસ્લામ આવ્યા બાદ શરૂ થઈ છે. ઈસ્લામ આવ્યા બાદ જ દલિત શબ્દ ઉપયોગમાં આવ્યો, આ પહેલા આ શબ્દને ભારતમાં કોઈ સ્થાન નહોતુ. આ બ્રિટિશ રાજનું ભારતના ભાગલા પાડવાનું ષડયંત્ર હતુ. એક પુસ્તક વિમોચન પ્રસંગે ગોપાલે કહ્યુ કે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ આ વિચારધારા પર વિચાર કરે છે કે દેશમાં કોઈ પણ પ્રકારની કોઈ જાતિ ન હોવી જોઈએ.
મલિચ્છ શબ્દનો ઉપયોગ
કૃષ્ણ ગોપાલે કહ્યુ કે છૂત-અછૂતનુ પહેલુ ઉદાહરણ ઈસ્લામના ભારત આવ્યા બાદ જ મળે છે. જ્યારે છેલ્લા હિંદુ રાજા દાહિરની રાજકુમારી જૌહર માટે જઈ રહી હતી તે તેમણે મલિચ્છ શબ્દનો ઉપયોગ કર્યો હતો, તે જૌહર માટે જલ્દી જવા ઈચ્છતી હતી નહિતર તેમનો મલિચ્છ તેને સ્પર્થી લેશે અને તે અપવિત્ર થઈ જશે. આપણા પુસ્તકોમાં છૂત-અછૂતનું આ પહેલુ ઉદાહરણ જોવા મળે છે. તેમણે સાથે જ એ પણ જણાવ્યુ કે કેવી રીતે અલગ અલગ જાતિઓ ભારતમાં આવી.
આજે બદલાઈ પરંપરા
આરએસએસ નેતાએ કહ્યુ કે આજે મૌર્ય જાતિ પછાત જાતિ છે પરંતુ પહેલા તે ઉચ્ચ વર્ગમાં હતી. બંગાળમાં પાલ રાજા હતા પરંતુ આજે તે પછાત વર્ગ છે. આજે શાક્ય કે જે બુદ્ધાની જાતિ છે તે આજે ઓબીસી છે. દલિત શબ્દ આપણા સમાજમાં નહોતો આને અંગ્રેજ દેશમાં ભાગલા પાડવાના ઈરાદાથી લઈને આવ્યા. બંધારણ સભાએ દલિત શબ્દનો ઉપયોગ કરવાનો ઈનકાર કરી દીધો હતો. કૃષ્ણ ગોપાલે કહ્યુ કે ઈસ્લામનો સમય કાળો સમય હતો, ભારત એટલા માટે પોતાને બચાવી શક્યો કારણકે ભારતની આધ્યાત્મિક મૂળ ખૂબ જ મજબૂત હતા.
આંબેડકરે પોતે આ વિશે લખ્યુ
કૃષ્ણગોપાલે કહ્યુ કે કોઈ પણ દેશના ઈતિહાસમાં જ્યાં ઈસ્લામ પહોંચ્યો ત્યાં ખુદને બચાવી ન શક્યો પરંતુ ભારતમાં તે પોતાને એટલા માટે બચાવી શક્યો કારણકે અહીં અધ્યાત્મના મૂળ ઘણા મજબૂત છે. ભારતમાં ઉંચી અને નીચી જાત હોય છે પરંતુ છૂત-અછૂત નથી હોતુ. જે લોકો ગાયનું માંસ ખાતા હતા તેમને સ્પર્શવાથી લોકો બચવા લાગ્યા. અહીં સુધી કે આંબેડકરે પોતે આના વિશે લખ્યુ છે, ધીમે ધીમે આ આખા દેશમાં ફેલાઈ ગયુ.
આ પણ વાંચોઃ ગુજરાત સહિત દેશના આ 14 રાજ્યોમાં ભારે વરસાદ-તોફાનની સંભાવના