For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આરએસએસ રાહુલ ગાંધીને પોતાના કાર્યક્રમમાં આમંત્રિત કરશે

યુરોપમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર સતત તીખા હુમલા કરી રહેલા રાહુલ ગાંધીને આરએસએસ દિલ્હીમાં આયોજિત તેમના કાર્યક્રમમાં બોલાવવા માટે યોજના બનાવી રહ્યા છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

યુરોપમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર સતત તીખા હુમલા કરી રહેલા રાહુલ ગાંધીને આરએસએસ દિલ્હીમાં આયોજિત તેમના કાર્યક્રમમાં બોલાવવા માટે યોજના બનાવી રહ્યા છે. સૂત્રો અનુસાર માહિતી મળી છે કે સપ્ટેમ્બરે થવા જઈ રહેલા ત્રણ દિવસના કાર્યક્રમમાં સંઘ તરફથી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને આમંત્રણ મોકલવામાં આવશે. આપને જણાવી દઈએ કે હાલમાં પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી નાગપુરમાં આરએસએસ કાર્યક્રમમાં શામિલ થયા હતા, જેને લઈને રાજનીતિ ગરમાઈ હતી.

17-19 સપ્ટેમ્બરે સંઘ સંમેલન થશે

17-19 સપ્ટેમ્બરે સંઘ સંમેલન થશે

આરએસએસ પ્રવક્તા અરુણ કુમાર ઘ્વારા જણાવવામાં આવ્યું કે 17-19 સપ્ટેમ્બરે દિલ્હીમાં સંઘનું એક સંમેલન "ભારત નું ભવિષ્ય" નું આયોજન કરવામાં આવશે. તેમને જણાવ્યું કે આ કાર્યક્રમ માટે બધા જ રાજનૈતિક દળોને આમંત્રણ આપવામાં આવશે. સૂત્રો અનુસાર આરએસએસ આ કાર્યક્રમમાં શામિલ થવા માટે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને પણ આમંત્રણ આપી શકે છે.

મુસ્લિમ બ્રધરહુડ સાથે સંઘની તુલના

મુસ્લિમ બ્રધરહુડ સાથે સંઘની તુલના

આરએસએસ પર નિશાન સાધતા રાહુલ ગાંધીએ કહ્યુ કે આરએસએસ ભારતની પ્રકૃતિને બદલવાની કોશિશ કરી રહ્યુ છે. અન્ય પક્ષોએ ભારતની સંસ્થાઓ પર કબ્જો કરવા માટે ક્યારેય હુમલો નથી કર્યો. આરએસએસના વિચારો આરબ દેશોના મુસ્લિમ બ્રધરહુડ જેવા છે. રાહુલ ગાંધીએ જણાવ્યું કે બંને સંગઠનની સ્થાપના 1920 દશકમાં થયી હતી. બંને સંગઠનો સંવિધાનિક સંસ્થાઓ પર કબ્જો કરવામાં વિશ્વાસ રાખે છે.

ભાજપે કહ્યું માફી માંગે રાહુલ

ભાજપે કહ્યું માફી માંગે રાહુલ

રાહુલ ગાંધી ઘ્વારા આપવામાં આવેલા નિવેદન પર ભાજપે તીખી પ્રતિક્રિયા આપી છે. તેમને રાહુલ ગાંધીને માફી માંગવા માટે પણ જણાવ્યું છે ભાજપ પ્રવક્તા સંબિત પાત્રા ઘ્વારા રાહુલ ગાંધી પર પ્રહાર કરતા જણાવ્યું કે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પ્રધાનમંત્રી મોદી અને પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી આરએસએસ થી આવે છે અને કોંગ્રેસ અધ્યક્ષ આરએસએસની તુલના ઇસ્લામી સંગઠન સાથે કરી રહ્યા છે, તેમને માફી મંગાવી જોઈએ.

English summary
RSS May Invite Congress President Rahul Gandhi in Its Conclave
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X