For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સમલૈંગિક સંબંધ ગુનો નથી પરંતુ તેનું સમર્થન પણ નથી કરતાઃ RSS

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (આરએસએસ) એ સુપ્રિમ કોર્ટ દ્વારા સમલૈંગિક સંબંધોને ગુનાની શ્રેણીમાંથી બહાર રખાયા બાદ એક નિવેદન જાહેર કર્યુ છે.

|
Google Oneindia Gujarati News

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (આરએસએસ) એ સુપ્રિમ કોર્ટ દ્વારા સમલૈંગિક સંબંધોને ગુનાની શ્રેણીમાંથી બહાર રખાયા બાદ એક નિવેદન જાહેર કર્યુ છે. આરએસએસ એ પોતાના નિવેદનમાં કહ્યુ કેલ તે સુપ્રિમ કોર્ટની જેમ સમલૈંગિકતાને ગુનો નથી માનતા પરંતુ તેઓ આનું સમર્થન પણ નથી કરતા. તમને જણાવી દઈએ કે 2016 માં જ્યારે આ મુદ્દાએ જોર પકડ્યુ હતુ ત્યારે ઘણા ભાજપ અને આરએસએસના ઘણા નેતાઓએ સમલૈંગિકતાને ગુનો ગણાવ્યો હતો.

rss

હવે આના પર આરએસએસએ આના પર પોતાનું વલણ બદલ્યુ છે. રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના પદાધિકારી અરુણ કુમારે કહ્યુ કે આરએસએસ સમલૈંગિકતાને ગુનો નથી માનતા પરંતુ સમાન લિંગના વયસ્કો વચ્ચે લગ્ન પ્રકૃતિની વિરુદ્ધ છે. તેમણે કહ્યુ કે પરંપરાગત રીતે ભારતનો સમાજ પણ આ પ્રકારના સંબંધોને માન્યતા નથી આપતો. મનુષ્ય સામાન્ય રીતે અનુભવોમાંથી શીખે છે એટલા માટે આ વિષયને સામાજિક તેમજ મનોવૈજ્ઞાનિક સ્તર પર જ ઉકેલવાની જરૂર છે.

આ પણ વાંચોઃ Section 377: સમલૈંગિકતા હવે ગુનો નહિ, સુપ્રિમ કોર્ટનો ઐતિહાસિક ચૂકાદોઆ પણ વાંચોઃ Section 377: સમલૈંગિકતા હવે ગુનો નહિ, સુપ્રિમ કોર્ટનો ઐતિહાસિક ચૂકાદો

અરુણ કુમારે કહ્યુ કે સર્વોચ્ચ ન્યાયાલયના નિર્ણયની જેમ અમે પણ આને ગુનો નથી માનતા. સમલૈંગિક લગ્ન અને સંબંધ પ્રકૃતિ સાથે સુસંગત તેમજ નૈસર્ગિક નથી એટલા માટે અમે આ પ્રકારના સંબંધોનું સમર્થન નથી કરતા. તમને જણાવી દઈએ કે 2016 માં ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યુ હતુ કે સમલૈંગિકતાને ધાર્મિકતા સાથે ના જોડો તે ખોટુ છે. વળી, RSS એ સમલૈંગિકતાને સામાજિક રૂપે અસ્વીકાર કરી દીધો હતો.

આ પણ વાંચોઃ ભીમા કોરેગાંવ હિંસાઃ સુપ્રિમનો આદેશ, કાર્યકર્તાઓ 12 સપ્ટેમ્બર સુધી નજરકેદઆ પણ વાંચોઃ ભીમા કોરેગાંવ હિંસાઃ સુપ્રિમનો આદેશ, કાર્યકર્તાઓ 12 સપ્ટેમ્બર સુધી નજરકેદ

ગૃહમંત્રી રાજનાથ સિંહરે આ કેસ બાબતે કહ્યુ હતુ તે પક્ષનું માનવુ છે કે સમલૈંગિકતા અપ્રાકૃતિક છે અને તેને ગુનાની શ્રેણીમાંથી બહાર ન કરી શકાય. વળી, RSSના સંયુક્ત મહાસચિવ દત્તાત્રેય સાહેબ હોસબોલેએ પોતાના વલણમાં ફેરફાર કરતા સમલૈંગિકતાને સામાજિક રીતે અનૈતિક કૃત્ય ગણાવ્યુ. તેમનું કહેવુ છે કે એક મનોવૈજ્ઞાનિક બાબત રૂપે આને ઈલાજની જરૂર છે. તેમણે સમલૈંગિક લગ્ન પર પણ પ્રતિબંધ લગાવવાનિ માંગ કરી હતી.

આ પણ વાંચોઃ કલમ 377 સામે સુપ્રિમ કોર્ટમાં આ 5 લોકોએ છેલ્લે સુધી લડાઈ લડીઆ પણ વાંચોઃ કલમ 377 સામે સુપ્રિમ કોર્ટમાં આ 5 લોકોએ છેલ્લે સુધી લડાઈ લડી

English summary
rss says Like the Supreme Court we too do not consider this a crime
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X