For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આરએસએસ એમેઝોન પર વેચશે ગૌમૂત્રથી બનેલા સાબુ, ટૂથપેસ્ટ, 220 માં મોદી કૂર્તો

જો તમે એ લોકોમાંથી છો જે ગાયના મૂત્ર અને ગોબરમાંથી બનેલા ઉત્પાદકોનો ઉપયોગ કરો છો તો તમારા માટે સારા સમાચાર છે.

|
Google Oneindia Gujarati News

જો તમે એ લોકોમાંથી છો જે ગાયના મૂત્ર અને ગોબરમાંથી બનેલા ઉત્પાદકોનો ઉપયોગ કરો છો તો તમારા માટે સારા સમાચાર છે. ઓક્ટોબરથી આ બધા ઉત્પાદનો તમને આંગળીની ટોચે ઉપલબ્ધ રહેશે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સમર્થિત એક ફાર્મસી આવી ડઝનેક નેચરલ કોસ્મેટિક પ્રોડક્ટ્સ અને દવાઓની ઓનલાઈન શોપિંગ સાઈટ એમેઝોન પર લાવવા જઈ રહી છે. પોર્ટલ પર વેચાનાર બધો સામાન આરએસએસની લેબમાં જ તૈયાર કરવામાં આવશે જે ઉત્તરપ્રદેશના મથુરામાં સ્થિત છે.

દીનદયાળ ધામ શરૂઆતમાં 30 સામાન ઓનલાઈન વેચશે

દીનદયાળ ધામ શરૂઆતમાં 30 સામાન ઓનલાઈન વેચશે

લોકોની પાસે ગૌમૂત્ર અને ગોબરના ઉત્પાદનો ખરીદવા ઉપરાંત બીજા વિકલ્પ પણ આપી રહી છે. એમેઝોનની વેબસાઈટ પર યોગી અને મોદી સ્ટાઈલના કૂર્તા પણ ઉપલબ્ધ રહેશે. મથુરામાં આરએસએસ તરફથી ચલાવવામાં આવી રહેલ દીનદયાળ ધામ શરૂઆતમાં 30 સામાન ઓનલાઈન વેચશે. આમાં પર્સનલ કેરથી લઈ ચિકિત્સા સંબંધી પ્રોડક્ટ જેવા કામધેનુ અર્ક શામેલ છે. જાણકારી મુજબ આ પ્રોડ્ક્ટ્સમાં લોકોને કેન્સર, ડાયાબિટીઝની દવાઓ, સૌદર્ય ઉત્પાદનો જેમાં ચહેરા પર લગાવવાના ફેસપેક અને નહાવાના સાબુ શામેલ છે.

આ પણ વાંચોઃ નાગપુરથી નથી ચાલતી મોદી સરકાર, માંગવા પર જ આપીએ છે સલાહઃ ભાગવતઆ પણ વાંચોઃ નાગપુરથી નથી ચાલતી મોદી સરકાર, માંગવા પર જ આપીએ છે સલાહઃ ભાગવત

યોગી અને મોદી સ્ટાઈલના કૂર્તા પણ ઓનલાઈન વેચશે

યોગી અને મોદી સ્ટાઈલના કૂર્તા પણ ઓનલાઈન વેચશે

આ ઉપરાંત દીનદયાળ ધામ 10 પ્રકારના કપડાં પણ ઓનલાઈન વેચશે. તેમાં યોગી અને મોદી સ્ટાઈલના કૂર્તા મુખ્ય છે. ઓનલાઈન પોર્ટલમાં આ બધી વસ્તુઓ વેચાવા પર સંઘ પ્રવકતા અરુણ કુમારે કહ્યુ કે આ ઓનલાઈન પોર્ટલ શરૂ કરવા પાછળ મુખ્ય હેતુ સ્થાનિક લોકોને રોજગારના અવસર આપવાનો છે. તેમણે કહ્યુ જો આ ઓનલાઈન પોર્ટલ લોકો વચ્ચે લોકપ્રિય થશે તો આનાથી રોજગારમાં વધારો થશે. ધામ દર મહિને એક લાખ રૂપિયાના પર્સનલ કેર અને ત્રણ લાખ રૂપિયાના કપડા વેચે છે.

બધા ઉત્પાદનો ગાયના ગૌમૂત્ર અને ગોબરથી બનાવવામાં આવશે

બધા ઉત્પાદનો ગાયના ગૌમૂત્ર અને ગોબરથી બનાવવામાં આવશે

અરુણ કુમારે જણાવ્યુ કે ગૌમૂત્ર અને સોંફથી બનતા કામધેનુ અર્ક ઉપરાંત કામધેનુ ગૌશાળા ફાર્મસી ઘનવટી, કામધેનુ મધુનાશક ચૂર્ણ, શૂલહાર તેલ, શેમ્પુ, નહાવાનો સાબુ, ફેસબુક, ટુથપેસ્ટ બનાવે છે. ગુપ્તાએ જણાવ્યુ કે સાબુ અને ફેસબુક ગૌમૂત્ર અને ગાયના ગોબરથી બનાવવામાં આવ્યા છે અને આમાં કોઈ સિન્થેટીક કેમિકલનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. તેમણે જણાવ્યુ કે ધામમાં તૈયાર બધા પ્રોડક્ટના ભાવ 10 રૂપિયાથી લઈને 220 રૂપિયા વચ્ચે છે.

આ પણ વાંચોઃ આઝાદ ભારતના પહેલા આઈએએસ અધિકારી અન્ના રાજમનું નિધનઆ પણ વાંચોઃ આઝાદ ભારતના પહેલા આઈએએસ અધિકારી અન્ના રાજમનું નિધન

English summary
rss sells cow urine-dung soaps, Modi & Yogi kurtas on Amazon
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X