For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

RTEના અમલનો સમય પૂરો થવા છતાં 90 ટકા શાળાઓમાં અમલ બાકી : રિપોર્ટ

|
Google Oneindia Gujarati News

rte-right-to-education
નવી દિલ્હી, 3 એપ્રિલ : ભારત દેશના દરેક બાળકને ભણવાનો અઘિકાર પ્રાપ્ત થાય તે માટે કેન્દ્ર સરકારે ઘડેલા રાઇટ ટુ એજ્યુકેશન (RTE)ના અમલની અંતિમ તારીખ પૂરી થઇ ગઇ છે. RTE અંતર્ગત શાળાઓમાં જે નિયમોનો અમલ કરવાનો હતો તેની અંતિમ તારીખ 31 માર્ચ, 2013 હતી. આમ છતાં દેશની 90 ટકા શાળાઓમાં RTEનો અમલ કરવાનો બાકી છે.

આ અંગે એક નાગરિક સંગઠને દાવો કર્યો છે કે દેશની 10 ટકા શાળાઓમાં RTEના નિયમો અનુસાર માળખાકીય સવલતો અને શિક્ષકોની સંખ્યા છે. RTE ફોરમ અંતર્ગત આવતા આ જૂથોએ દેશમાં RTEના અમલની સ્થિતિ અંગે એક અહેવાલ પ્રકાશિત કર્યો છે.

આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે RTEના અમલ માટેનું ભંડોળ ફાળવી દેવામાં આવ્યું હતું, પણ તેનો વિકાસ સંકુચિત રીતે થયો છે. સરકારે આ માટે સરકાર ઉપરાંતના અન્યા સાધનો પણ પૂરા પાડ્યા હતા. શિક્ષકોની વધારે સંખ્યા અને માળખાકીય સવલતો માટેની મંજૂરી આપવામાં આવી હતી. આ ઉપરાંત વહીવટી કક્ષાએ પણ ફેરફાર કરવામાં આવ્યા હતા. આમ છતાં જોઇએ તેવો લાભ મેળવી શકાયો નથી.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે દેશમાં RTEનો અમલ ખૂબ દયામણી રીતે કરવામાં આવ્યો છે. તમામ સવલતો છતાં દેશની 10 ટકા કરતા પણ ઓછી શાળાઓમાં તેનો અમલ થયો છે. પાયાના સ્તરેથી જ જે સમસ્યાઓ હતી જેમ કે આર્થિક સંકટ, અપૂરતો સ્ટાફ, પારદર્શિતા લાવવી તે હજી ઉકેલી શકાયો નથી. આ કારણે ભારતમાં લાખોની સંખ્યામાં શિક્ષણથી વંચિત જે બાળકો છે તેમને શિક્ષણ આપવાના કેન્દ્ર અને રાજ્ય સરકારના પગલા વચ્ચે તાલમેલના અભાવ અંગે પણ આંગળી ઉઠે છે.

રિપોર્ટમાં જણાવ્યા અનુસાર 77 ટકા શાળાઓમાં નેબરહૂડ નોર્મ્સનું પાલન થયું છે. 79 ટકા શાળાઓમાં જરૂર મુજબનું ઇન્પ્રાસ્ટ્રક્ચર છે. જો કે તેમાંથી માત્ર 50 ટકા શાળાઓમાં બાઉન્ડ્રી વોલ છે. સમગ્ર સેમ્પલમાં માત્ર 5 ટકા શાળાઓ એવી હતી જે એક જ રૂમમાં ચાલે છે. બે તૃતીયાંશ શાળાઓમાં બે કે ત્રણ રૂમ છે. જ્યારે ત્રીજા ભાગની શાળાઓ પાસે 7 કે તેથી વધારે ઓરડા છે.

દેશની 80 ટકા શાળાઓ એવી છે જ્યાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે અભ્યાસનું સાહિત્ય ઉપલબ્ધ છે. 58 ટકા શાળાઓ પાસે પોતાનું રમતનું મેદાન છે. જ્યારે 58 ટકાએ કહ્યું છે કે તેમની પાસે રમતના કેટલાક સાધનો છે. આ પ્રમાણ રાજ્યોવાર જુદું જુદું છે.

તમિલનાડુમાં 82 ટકા શાળાઓ પાસે રમતનું મેદાન છે, જ્યારે બિહાર, ઝારખંડ, રાજસ્થાન, પશ્ચિમ બંગાળમાં આ પ્રમાણ 44 ટકાથી 60 ટકા છે. 77.8 ટકા શાળાઓમાં પીવાનું સ્વચ્છ પાણી ઉપલબ્ધ છે. કર્ણાટક, ગુજરાત અને તમિલનાડુમાં 75 ટકાથી વધારે શાળાઓમાં છોકરીઓ માટે અલગ શૌચાલય છે. ઓરિસ્સામાં માત્ર 14 ટકા શાળાઓમાં અલગ શૌચાલય છે. આંધ્રમાં 46.3 ટકા, બિહારમાં 46 ટકા શાળાઓમાં અલગ શૌચાલય છે. દેશના મોટાભાગના વિસ્તારોમાં શિક્ષકોની તંગીની સમસ્યા છે. મોટાભાગની શાળાઓમાં 30:1નો વિદ્યાર્થીઓ : શિક્ષકોનું પ્રમાણ જાળવવાની મુશ્કેલી છે.

English summary
RTE deadline passes, but 90 percent schools still to comply: Report
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X