For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બાબા રામદેવના પતંજલિ પ્રોડક્ટ, ક્વોલિટી ટેસ્ટમાં થયા ફેલ

આરટીઆઇમાં થયો ખુલાસો બાબા રામદેવના પતંજલિ પ્રોડક્ટમાંથી 40 ટકા પ્રોડક્ટ ક્વોલિટી ટેસ્ટમાં થયા ફેલ. વિગતવાર જાણો અહીં.

|
Google Oneindia Gujarati News

યોગ ગુરુ બાબા રામદેવની કંપની પતંજલિની મુશ્કેલીઓ વધી છે. શુદ્ધતાની વાત કરતા બાબા રામદેવના આ પ્રોડક્ટ ઉત્પાદન ક્વોલિટી ટેસ્ટમાં ફેલ ગયા છે. તેમની જ કંપની પતંજલિના લગભગ 40 ટકા પ્રોડક્ટ્સ ઉત્તરાખંડની એક લેબ દ્વારા તપાસવામાં આવેલા ક્વોલિટી ટેસ્ટમાં ફેલ ગયા છે. આ વાતનો ખુલાસો સૂચના અધિકાર એટલે કે આરટીઆઇના જવાબ આવ્યા પછી આવ્યો છે. અંગ્રેજી છાપા હિંદુસ્તાન ટાઇમ્સની ખબર માનીએ તો વર્ષ 2013 અને 2016ની વચ્ચે એકત્રિત કરવામાં આવેલા 82 નમૂનામાંથી 32 પ્રોડક્ટ ક્વોલિટી ટેસ્ટમાં ફેલ ગયા છે.

Patanjali

સાથે જ પતંજલિનું દિવ્યા અમલા રસ અને શિવલિંગી બીજ પણ ક્વોલિટી ટેસ્ટમાં ફેલ ગઇ છે. તમને જણાવી દઇએ કે ગત મહિને જ સેનાની કેન્ટીનથી પતંજલિના આબળા રસ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. સેનાએ આ કાર્યવાહી પશ્ચિમ બંગાળની સ્વાસ્થય પ્રયોગશાળા દ્રારા કરવામાં આવેલી ગુણવત્તા તપાસમાં પતંજલિના પ્રોડક્ટ ફેલ જતા લીધો હતો. ઉત્તરાખંડ સરકારની લેબમાં જે રિપોર્ટ બન્યા છે તેમાં આંબળા જ્યૂસની નક્કી કરેલી સીમાથી પીએચ માત્રા વધુ મળી છે. જેથી આ પ્રોડક્ટને ફેલ કરવામાં આવ્યો છે.

પીએચની માત્રા 7થી ઓછી હોવા પર એસિડિટી સાથે અન્ય સ્વાસ્થય સમસ્યાઓ થઇ શકે છે. આરટીઆઇના જવાબથી તે પણ જાણકારી મળી છે કે શિવલિંગી બીજના 31.68 ટકા ભાગ વિદેશી હતા. જો કે રામદાવે બાબાના સહયોગી અને પતંજલિના મેનેજિંગ ડાયરેક્ટર આચાર્ય બાલકુષ્ણાએ લેબના આ રિપોર્ટની વાતને નકારી છે.

English summary
Nearly 40% of Ayurveda products, including items from Baba Ramdev’s Patanjali, were found to be of substandard quality by Haridwar’s Ayurveda and Unani Office, a RTI reply revealed.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X