For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

RTI દ્વારા માંગી ભગવાન શ્રીકૃષ્ણના જન્મ, ગામ, લીલાઓ વિશે જાણકારી

એક આરટીઆઈ દ્વારા મથુરા જિલ્લા પ્રશાસન પાસે ભગવાન શ્રીકૃષ્ણના જન્મ, તેમનુ ગામ, વ્રજની લીલાઓ વગેરે વિશે ઘણી જાણકારીઓ માંગવામાં આવી છે

|
Google Oneindia Gujarati News

ઉત્તરપ્રદેશના મથુરા જિલ્લામાં પ્રશાસન વિચિત્ર અસમંજસની સ્થિતિમાંથી પસાર થઈ રહ્યુ છે. એક આરટીઆઈ દ્વારા મથુરા જિલ્લા પ્રશાસન પાસે ભગવાન શ્રીકૃષ્ણના જન્મ, તેમનુ ગામ, વ્રજની લીલાઓ વગેરે વિશે ઘણી જાણકારીઓ માંગવામાં આવી છે જે અંગે સરકારી અધિકારીઓને પરસેવો છૂટી રહ્યો છે. આરટીઆઈમાં ભગવાન શ્રીકૃષ્ણના જન્મ પ્રમાણપત્રની પ્રમાણિત પ્રતિલિપિ શેર કરવાની માંગ કરવામાં આવી છે.

આરટીઆઈ દાખલ કરીને માંગ્યા જવાબ

આરટીઆઈ દાખલ કરીને માંગ્યા જવાબ

છત્તીસગઢના એક આરટીઆઈ કાર્યકર્તા જૈનેન્દ્ર કુમાર ગેંદલે મથુરા જિલ્લાના પ્રશાસનથી ભગવાન કૃષ્ણના જન્મ અને તેની સાથે જોડાયેલી ઘણી જાણકારીઓ માંગી છે. આ મામલે મથુરાના મુખ્ય જનસૂચના અધિકારી અને અપર જિલ્લાધિકારી (એડીએમ કાયદો-વ્યવસ્થા) રમેશ ચંદ્રએ કહ્યુ કે જનમાન્યતા અને આસ્થા સાથે જોડાયેલા સવાલોના શું જવાબ આપવામાં આવે. વિભાગ આ અંગે અસમંજસની સ્થિતિમાં છે.

આ પણ વાંચોઃ સના બાદ ‘ગુમનામ ટીચર' ના નિવેદનથી વિવેક તિવારી મર્ડર કેસમાં નવો વળાંકઆ પણ વાંચોઃ સના બાદ ‘ગુમનામ ટીચર' ના નિવેદનથી વિવેક તિવારી મર્ડર કેસમાં નવો વળાંક

જન્મ પ્રમાણપત્રની પ્રમાણિત પ્રતિલિપિ માંગી

જન્મ પ્રમાણપત્રની પ્રમાણિત પ્રતિલિપિ માંગી

છત્તીસગઢના વિલાસપુર જિલ્લાના રહેવાસી આરટીઆઈ કાર્યકર્તા જૈનેન્દ્ર કુમાર ગેંદલે દાખલ કરેલ આરટીઆઈમાં લખે છે, ‘ગઈ 3 સપ્ટેમ્બરે દેશભરમાં કૃષ્ણ જન્માષ્ટમીના પ્રસંગે રજાની ઘોષણા કરીને ભગવાન શ્રીકૃષ્ણનો જન્મદિવસ મનાવવામાં આવ્યો. એટલા માટે ભગવાન શ્રીકૃષ્ણના જન્મ પ્રમાણપત્રની પ્રતિલિપિ શેર કરવામાં આવે જેથી એ સિદ્ધ થઈ શકે કે તેમનો જન્મ આ દિવસે થયો હતો.'

‘શું શ્રીકૃષ્ણ ખરેખર ભગવાન હતા?'

‘શું શ્રીકૃષ્ણ ખરેખર ભગવાન હતા?'

એ પણ જણાવવામાં આવ્યુ છે કે શું તેઓ ખરેખર ભગવાન હતા? અને હતા તો કેવી રીતે? તેમની ભગવાન હોવાની પ્રમાણિકતા પણ ઉપલબ્ધ કરવામાં આવે. ભગવાન કૃષ્ણનું ગામ કયુ હતુ? તેમણે કઈ કઈ લીલાઓ કરી? આ સવાલો પર રમેશ ચંદ્રએ કહ્યુ કે હિંદુ ધર્મ સાથે જોડાયેલા ગ્રંથોમાં આ પ્રકારના વર્ણન છે કે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ દ્વાપર યુગમાં તત્કાલિન શૌરસેન (વર્તમાનમાં મથુરા) જનપદમાં થયો હતો. ધાર્મિક આસ્થા સાથે જોડાયેલા આવા સવાલોના શું જવાબ આપી શકાય તેના પર વિભાગ વિચાર કરી રહ્યો છે.

આ પણ વાંચોઃ SC/ST એક્ટમાં ફેરફાર અંગે કેન્દ્ર સરકારે બધા રાજ્યોને મોકલ્યુ એલર્ટઆ પણ વાંચોઃ SC/ST એક્ટમાં ફેરફાર અંગે કેન્દ્ર સરકારે બધા રાજ્યોને મોકલ્યુ એલર્ટ

English summary
rti says to provide birth certificate of Lord Krishna, department in dilemma
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X