• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

અફજલની ફાંસી મુદ્દે કાશ્મીર વિધાનસભામાં ઝાપટમ સમર્પયામી

|
Google Oneindia Gujarati News
જમ્મુ, 1 માર્ચ: જમ્મુ-કાશ્મીરમાં સંસદ પર આતંકવાદી હુમલાના દોષી અફજલ ગુરુની ફાંસી અંગે નેતાઓ દ્વારા જુદી-જુદી ભાષાઓ બોલાઇ રહી છે. આ ભાષણબાજીનો ઉદ્દેશ્ય કોઇ ગંભીર મુદ્દાને ઉઠાવી વાસ્તવિકતા રજૂ કરવાનો નહી અને ન હી અફજલ ગુરુના પરિવાર સાથે પોતાની લાગણી રજૂ કરવા પરંતુ તેઓએ મગરના આંસુ પાડી રાજકારણ કર્યું.

કેટલીક આવી જ શરમજનક ઘટના ગુરુવારે બનવા પામી હતી. અફજલ ગુરુની ફાંસીને લઇને ગુરુવારે જમ્મુ-કાશ્મીર વિધાનસભાની અંદર જોરદાર હોબાળો સર્જાયો હતો. આ હોબાળાએ એટલું ગંભીર રૂપ ધારણ કર્યું હતું કે અપક્ષ વિધાયક એન્જીનિયર રશીદે વિધાનસભામાં જ બીજેપી વિધાયક ચૌધરી સુખનંદનને થપ્પડ ચોડી દીધી.

રશીદ અફજલને ફાંસી આપવાથી નારાજ હતા. રશીદનું કહેવું હતું કે કોંગ્રેસે કાવતરું ગઢીને અફજલને ફાસી પર લટકાવી દીધો હતો. રશીદે અહી સુધી કહી દીધું કે અફઝલના ખુનનો હિસાબ આપવો જ પડશે. તેમણે જણાવ્યું કે તમે કેટલા અફજલને મારશો. દરેક ઘરમાં એક અફજલ પેદા થઇ જશે.

રશીદે તો એવો પણ આરોપ લગાવી દીધો કે કોંગ્રેસ સરકાર નથી ઇચ્છતું કે નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બને માટે જ તેમણે યોજનાબદ્ધ અફજલ ગુરુને ફાસીએ લટકાવી દીધો. જોકે આખો દેશ અફજલને ફાસી થાય એવું ન્હોતો ઇચ્છતો. ઉપરાંત પીડીપીની અધ્યક્ષા મહબુબા મુફ્તીએ અફજલને નહી બચાવી શકવાનો દોષ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા પર લગાવ્યો.

English summary
An independent MLA slapped a BJP MLA for favouring the hanging of Afzal Guru in Jammu and Kashmir Assembly.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X