અફજલની ફાંસી મુદ્દે કાશ્મીર વિધાનસભામાં ઝાપટમ સમર્પયામી
કેટલીક આવી જ શરમજનક ઘટના ગુરુવારે બનવા પામી હતી. અફજલ ગુરુની ફાંસીને લઇને ગુરુવારે જમ્મુ-કાશ્મીર વિધાનસભાની અંદર જોરદાર હોબાળો સર્જાયો હતો. આ હોબાળાએ એટલું ગંભીર રૂપ ધારણ કર્યું હતું કે અપક્ષ વિધાયક એન્જીનિયર રશીદે વિધાનસભામાં જ બીજેપી વિધાયક ચૌધરી સુખનંદનને થપ્પડ ચોડી દીધી.
રશીદ અફજલને ફાંસી આપવાથી નારાજ હતા. રશીદનું કહેવું હતું કે કોંગ્રેસે કાવતરું ગઢીને અફજલને ફાસી પર લટકાવી દીધો હતો. રશીદે અહી સુધી કહી દીધું કે અફઝલના ખુનનો હિસાબ આપવો જ પડશે. તેમણે જણાવ્યું કે તમે કેટલા અફજલને મારશો. દરેક ઘરમાં એક અફજલ પેદા થઇ જશે.
રશીદે તો એવો પણ આરોપ લગાવી દીધો કે કોંગ્રેસ સરકાર નથી ઇચ્છતું કે નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બને માટે જ તેમણે યોજનાબદ્ધ અફજલ ગુરુને ફાસીએ લટકાવી દીધો. જોકે આખો દેશ અફજલને ફાસી થાય એવું ન્હોતો ઇચ્છતો. ઉપરાંત પીડીપીની અધ્યક્ષા મહબુબા મુફ્તીએ અફજલને નહી બચાવી શકવાનો દોષ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા પર લગાવ્યો.