For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રૂડીએ જાતે પ્લેન ઉડાવી ભાજપના નેતાઓને ગોવા પહોંચાડ્યા

|
Google Oneindia Gujarati News

rajiv-pratap-rudy-indigo
ગોવા, 8 જૂન : જો કેઇ રાજકીય નેતાના હાથમાં વિમાન ચલાવવાનું કામ સોંપાય તો તમે વિચારી શકો છો કે શું થાય? જો તે પાયલટ હશે તો એક સાથે બે કામ કરશે. વિમાન તો ઉડાવશે જ પણ સાથે માઇક પણ નહીં છોડે. આવું જ દ્રશ્ય શુક્રવારે દિલ્હીથી ગોવા જનારી ઇન્ડિગોની ફ્લાઇટમાં જોવા મળ્યો હતો. ભાજપના મહાસચિવ રાજીવ પ્રતાપ રૂડીની પાસે કોમર્શિયલ વિમાન ઉડાવવાનું લાયસન્સ છે અને તેઓ ઘણી વાર ફ્લાઇટ ઉડાવે પણ છે. વાસ્તવમાં શુક્રવારે ભાજપના અનેક નેતાઓ ગોવા જઇ રહ્યા હતા અને તે જ વિમાનમાં રાજીવ પ્રતાપ રૂડી પાયલટ તરીકે વિમાન ઉડાવી રહ્યા હતા.

ત્યાર બાદ એવું જ થયું જેની આશા એક નેતા પાસેથી રાખવામાં આવે છે. રૂડીએ પાયલટની કોકપિટમાં જતા પહેલા ભાજપના નેતા કલરાજ મિશ્રા સાથે મુલાકાત કરી હતી. સૌથી મજેદાર સ્થિતિ ત્યારે થઇ જ્યારે એર હોસ્ટેસે ફ્લાઇટમાં પાયલટ અને કો પાયલટના નામોની જાહેરાત કરી. એર હોસ્ટેસે કો-પાયલટ તરીકે રાજીવ પ્રતાપ રૂડીના નામની જાહેરાત કરતા જ સૌને આશ્ચર્ય થયું હતું.

ત્યાર બાદ તો ઉડાન દરમિયાન રૂડીએ અનેકવાર પેસેન્જરો સાથે માઇક દ્વારા વાત કરી હતી. સમગ્ર માર્ગ દરમિયાવ રૂડી મુસાફરોને જાણકારી આપતા રહ્યા કે અત્યારે વિમાન કર્યા શહેર પરથી પસાર થઇ રહ્યું છે, વિમાન ડાબી બાજુ કે જમણી બાજુ વળી રહ્યું છે. રૂડીએ પાયલટ તરીકે પેસેન્જરોને તમામ માહિતી આપી જોકે પાયલટના હોદ્દાની ગરિમા જાળવતા એક નેતા તરીકે તેમણે પેસેન્જર પાસેથી વોટ માંગ્યા ન હતા.

English summary
Rudy himself flying plane and reached BJP leaders to Goa
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X