For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ડિનર બાદ ફરીથી મળશે મોદી-પુતિન, ભારત-રશિયા વચ્ચે s-400 ડીલ થશે સીલ

પુતિનના આ ભારત પ્રવાસ પર રશિયા અને ભારત વચ્ચે એસ-400 એર એન્ડ મિસાઈલ ડિફેન્સ સિસ્ટમની ડીલ ફાઈનલ થશે.

|
Google Oneindia Gujarati News

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન ગુરુવારે બે દિવસીય ભારત પ્રવાસ પર રાજધાની દિલ્હી પહોંચ્યા. વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે રશિયાના રાષ્ટ્રપતિનું સ્વાગત કર્યુ અને ત્યારબાદ પુતિને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે ડિનર પર મુલાકાત કરી. ઈન્ડિયન એક્સપ્રેસ તરફથી આપેલી જાણકારી અનુસાર પુતિન અને મોદી વચ્ચે આ ડિનર ડિપ્લોમેસી દરમિયાન માત્ર તેમના દુભાષિયા જ હાજર હતા. આ પહેલા જૂનમાં પીએમ મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ પુતિન વચ્ચે રશિયાના શહેર સોચીમાં એક અનૌપચારિક સમિટ દરમિયાન મુલાકાત થઈ હતી. ગુરુવારે બંને નેતા જ્યારે ડિનર પર મળ્યા તો તેમણે ઘણા મહત્વના રણનીતિક મુદ્દાઓ પર ચર્ચા કરી. પુતિનના આ ભારત પ્રવાસ પર રશિયા અને ભારત વચ્ચે એસ-400 એર એન્ડ મિસાઈલ ડિફેન્સ સિસ્ટમની ડીલ ફાઈનલ થશે. આ ડીલના કારણે અમેરિકા અને ચીનની નજરો પુતિનના ભારત પ્રવાસ પર ટકેલી છે.

આજે થશે ડીલ પર હસ્તાક્ષર

આજે થશે ડીલ પર હસ્તાક્ષર

સોચીમાં જ્યારે મોદી અને પુતિનની મુલાકાત થઈ હતી ત્યારે બંને નેતાઓએ લગભગ છ કલાક સાથે વીતાવ્યા હતા. સૂત્રો તરફથી મળેલી જાણકારી અનુસાર ગુરુવારે ડિનર પર બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધો સાથે જોડાયેલા ઘણા મહત્વના રણનીતિક મુદ્દાઓ પર ચર્ચા કરી. શુક્રવારે જ્યારે પીએમ મોદી ને રશિયાના રાષ્ટ્રપતિ ફરીથી મુલાકાત કરશે ત્યારે જોઈન્ટ સ્ટેટમેન્ટ જારી કરવામાં આવશે. આ સ્ટેટમેન્ટમાં માલુમ પડશે કે ભારત અને રશિયા વચ્ચે એસ-400 ની ડીલ સાઈન થઈ છે. પાંચ બિલિયન ડૉલરવાળી આ ડીલ અંગે અમેરિકા તરફથી પહેલેથી જ ચેતાવણી કરી દેવામાં આવી છે. અમેરિકી કાયદો કાટસા અનુસાર જો ભારત કે કોઈ બીજો દેશ રશિયા સાથે મિલિટ્રી ડીલ કરે કે સંરક્ષણ સંબંધો આગળ વધારે તો અમેરિકા તેના પર આર્થિક પ્રતંબંધ લગાવી શકે છે. પુતિનના સલાહકાર યુરી ઉષાકોવ આ વાતની પુષ્ટિ કરી ચૂક્યા છે કે ભારત સરકાર તરફથી ડીલને ડન કરવા તરફ ઈશારો કરવામાં આવી ચૂક્યો છે.

આ પણ વાંચોઃ અયોધ્યામાં રામ મંદિર નિર્માણને લઈને સંતોની આજે મહત્વની બેઠકઆ પણ વાંચોઃ અયોધ્યામાં રામ મંદિર નિર્માણને લઈને સંતોની આજે મહત્વની બેઠક

અમુક જ અધિકારીઓ વચ્ચે થશે મીટિંગ

અમુક જ અધિકારીઓ વચ્ચે થશે મીટિંગ

શુક્રવારે બંને નેતાઓ વચ્ચે મુલાકાતમાં માત્ર અમુક અધિકારીઓ જ હાજર રહેશે. માનવામાં આવી રહ્યુ છે કે મોદી અને પુતિન આ દ્વિપક્ષીય મુલાકાતમાં પરમાણુ, સંરક્ષણ અને સુરક્ષા સાથે જોડાયેલા મુદ્દાઓ પર ચર્ચા કરશે. ત્યારબાદ એક પ્રતિનિધિ સ્તરની વાતચીત થશે. આ વાતચીતમાં બંને નેતાઓ વેપાર, આર્થિક સંબંધ, ઉર્જા અને બંને દેશોના નાગરિકો વચ્ચે સંપર્ક વધારવા પર ચર્ચા કરવામાં આવી શકે છે. પુતિનના ભારત પહોંચ્યા પહેલા પીએમ મોદીએ રશિયા અને અંગ્રેજી ભાષામાં ટ્વિટ કરીને તેમનું સ્વાગત કર્યુ હતુ. પીએમ મોદીએ લખ્યુ, ‘ભારતમાં આપનું સ્વાગત છે રાષ્ટ્રપતિ પુતિન. તમારી સાથે થનારી ચર્ચાની રાહ જોઈ રહ્યો છુ જે ભારત-રશિયાની દોસ્તીને વધુ મજબૂત બનાવશે.' પુતિન અને મોદી બંને 19માં ભારત-રશિયા વાર્ષિક દ્વિપક્ષીય સંબંધોમાં પણ શામેલ થશે.

પાકિસ્તાન પર થશે ચર્ચા

પાકિસ્તાન પર થશે ચર્ચા

બંને નેતા દ્વિપક્ષીય રક્ષા સહયોગનું આકલન કરશે. કાટસા એક્ટ બાદ રશિયા સાથે થનાર રક્ષા સહયોગ પર જાણકારો નજર રાખી રહ્યા છે. બંને નેતા આ ઉપરાંત અફઘાનિસ્તાનમાં એક જોઈન્ટ પ્રોજેક્ટ વિશે વિસ્તારથી વાત કરી શકે છે. આ પ્રોજેક્ટ પર સોચીમાં અનુમતિ સધાઈ હતી. માનવામાં આવી રહ્યુ છે કે આ દરમિયાન રશિયાની પાકિસ્તાન સાથે વધતી નિકટતાનો મુદ્દો પણ પીએમ ઉઠાવી શકે છે. મોદી, પુતિન સામે આતંકવાદનો વિષય પણ ઉઠાવી શકે છે. તે પુતિનને કહી શકે છે કે પાકિસ્તાન આતંકીઓનું સમર્થન કરે છે. રશિયા આ પહેલા ચીનની જેમ પાકિસ્તાનને આતંકવાદનો પીડિત બતાવી ચૂક્યો છે. એવામાં ભારત તરફથી પુતિનને આતંકવાદને પાકિસ્તાન તરફથી મળી રહેલ સમર્થન પર સ્પષ્ટ સંદેશ આપવામાં આવી શકે છે.

આ પણ વાંચોઃ સતત ઝેરીલી બની રહી છે દિલ્હીની હવા, રહો સાવધાનઆ પણ વાંચોઃ સતત ઝેરીલી બની રહી છે દિલ્હીની હવા, રહો સાવધાન

English summary
Russian President Vladimir Putin met Prime Minister Narendra Modi on dinner and discussed a range of issues.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X