
કર્ણાટકમાં ક્રેશ થયુ DRDOનું UAV રુસ્તમ 2, ટ્રાયલ દરમિયાન થઈ દૂર્ઘટના
કર્ણાટકના ચિત્રદૂર્ગ ટેસ્ટ રેંજમાં મંગળવારે સવારે ડિફેન્સ રિસર્ચ ડેવલપમેન્ટ ઑર્ગેનાઈઝેશન (ડીઆરડીઓ)ના યુએવી તપસ ક્રેશ થઈ ગયુ છે. આ ડ્રોનને રુસ્તમ 2 પણ કહેવામાં આવી રહ્યુ છે. જે સમયે ડ્રોન ક્રેશ થયુ તે સમયે ટ્રાયલ ચાલી રહી હતી. ન્યૂઝ એજન્સી એએનઆઈ તરફથી કહેવામાં આવ્યુ છે કે ઘટના સ્થળે ડીઆરડીઓના અધિકારી પહોંચી ગયા છે. ડ્રોન ચેલકેરે એરોનોટિકલ ટેસ્ટ રેંજ (એટીઆર)માં આઉટ ટ્રાયલ પર હતુ અને આ જગ્યાએ ડીઆરડીઓ પોતાના યુએવીનું ટ્રાયલ કરે છે.
ક્રેશની ઘટના આ રેન્જની આસપાસ થઈ છે. ચિત્રદૂર્ગના એસપીએ ઘટના વિશે કહ્યુ કે ડીઆરડીઓનુ રુસ્તમ ક્રેશ થયુ છે. આ ટ્રાયલ કરવામાં આવી રહ્યુ હતુ જેમાં તે ફેલ થઈ ગયુ અને ખુલ્લા વિસ્તારમાં પડી ગયુ. લોકોને આ યુએવી વિશે કોઈ માહિતી નહોતી એટલા માટે આનો જોવા માટે આસપાસ ભીડ એકઠી થઈ ગઈ. યુએવી સિસ્ટમમાં એરક્રાફ્ટ કંપોનેન્ટ, સેન્સર પેલોડ્ઝ અને એક ગ્રાઉન્ડ કંટ્રોલ સિસ્ટમ હોય છે. આ નબોર્ડ ઈલેક્ટ્રોનિક ઉપકરણ કે ગ્રાઉન્ડ પર લાગેલા ઉપકરણોથી નિયંત્રિત કરી શકાય છે.
Karnataka: One TAPAS Experimental Unmanned Aerial Vehicle belonging to Defence Research Development Organization (DRDO) crashed 17 km from Chitradurga test range, today. The UAV was airborne for one of its initial development flights and was undergoing a test when it crashed. pic.twitter.com/IhNJrBkFGu
— ANI (@ANI) 17 September 2019
આ પણ વાંચોઃ ડાયરેક્ટરે મને કહ્યુ કિસિંગ સીન માટે મને Kiss કર, ઝરીન ખાનનો ખુલાસો