For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શોભા ડે એ પીએમ મોદી પર કર્યો કટાક્ષ, ‘કેરળથી વધુ લકી તો રવાંડા છે'

ફરીથી એક વાર જાણીતા પરંતુ વિવાદિત લેખિકા શોભા ડે એ કંઈક એવુ કહ્યુ છે કે જેના પર હોબાલો થવો નક્કી જ છે.

|
Google Oneindia Gujarati News

ફરીથી એક વાર જાણીતા પરંતુ વિવાદિત લેખિકા શોભા ડે એ કંઈક એવુ કહ્યુ છે કે જેના પર હોબાળો થવો નક્કી જ છે. વાસ્તવમાં હાલમાં કેરળ પૂરનો પ્રકોપ સહી રહ્યુ છે. કેન્દ્ર સરકારે કેરળ માટે 500 કરોડ રૂપિયાનું રાહત પેકેજ આપવાનું એલાન કર્યુ છે. જેના પર શોભા ડે એ કમેન્ટ કરી છે.

‘કેરળથી વધુ લકી તો રવાન્ડા છે'

શોભા ડે એ ટ્વિટ કરીને કહ્યુ છે કે કેરળથી વધુ લકી તો રવાંડા છે, આપણા પીએમ બીજો દેશોને ફંડ આપવાની બાબતમાં વધુ ઉદાર છે. જો કે શોભા ડે ના આ ટ્વિટ પર મોદી સરકરા તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી પરંતુ સોશિયલ મીડિયા પર લોકોએ જરૂર શોભા ડે ને ટ્રોલ કર્યા છે અને તેમને આના માટે ખરુ-ખોટુ સંભળાવ્યુ છે.

આ પણ વાંચોઃ કેરળ પૂર: જાણો કોણે કેટલી મદદ કરીઆ પણ વાંચોઃ કેરળ પૂર: જાણો કોણે કેટલી મદદ કરી

‘ગિરિંકા કાર્યક્રમ'

તમને જણાવી દઈએ કે હમણા હાલમાં જ પીએમ મોદી રવાંડાની યાત્રા પર ગયા હતા. મોદીએ ત્યાંના રવેરુ ગામમાં જઈને ત્યાંના નિવાસીઓને 200 ગાયો ભેટ આપી હતી. પીએમ મોદીએ રવાંડા સરકારની એક કલ્યાણકારી યોજના ‘ગિરિંકા કાર્યક્રમ' હેઠળ આ ગાયો ભેટ આપી હતી જેને રવાંડામાંથી જ ખરીદવામાં આવી હતી.

દરેક ગરીબ પરિવારને એક ગાય આપવામાં આવે છે...

દરેક ગરીબ પરિવારને એક ગાય આપવામાં આવે છે...

વાસ્તવમાં રવાંડાના રાષ્ટ્રપતિ પૉલ કગામેએ ગરીબ પરિવારોની મદદના હેતુસર આ રાષ્ટ્રીય સામાજિક સંરક્ષણ કાર્યક્રમની શરૂઆત કરી છે. જે હેઠળ દરેક ગરીબ પરિવારને એક ગાય આપવમાં આવે છે. રવેરુ મોડેલ ગામ જઈને પીએમ મોદીએ તે પરિવારોને ગાયો ભેટ આપી જેમને અત્યાર સુધી આનો લાભ મળી શક્યો નહોતો.

કેરળ સદીના સૌથી ભયંકર પૂરપ્રકોપનો સામનો કરી રહ્યુ છે

કેરળ સદીના સૌથી ભયંકર પૂરપ્રકોપનો સામનો કરી રહ્યુ છે

ઉલ્લેખનીય છે કે કેરળ સદીના સૌથી ભયંકર પૂર પ્રકોપનો સામનો કરી રહ્યુ છે જ્યાં વરસાદ અને પૂરના કારણે રાજ્યમાં 350 થી વધુ લોકોના મોત નીપજ્યા છે. વળી, આ પૂર પ્રકોપના કારણે 8 લાખથી વધુ લોકો રાહત શિબિરોમાં રહેવા માટે મજબૂર છે. કેરળની મદદ માટે કેન્દ્ર સરકારથી લઈને તમામ બીજા રાજ્યના લોકો આગળ આવ્યા છે. સેના, નેવી, એરફોર્સ, એનડીઆરએફ, આઈટીબીપી સહિત બધા રાહત અને બચાવ કાર્યમાં લાગેલા છે.

20 હજાર કરોડથી વધુની સંપત્તિને નુકશાન

20 હજાર કરોડથી વધુની સંપત્તિને નુકશાન

આ પહેલા મુખ્યમંત્રી પિનરાઈ વિજયને જણાવ્યુ હતુ કે કેરળમાં પૂરના કારણે અત્યાર સુધીમાં 20 હજાર કરોડ રૂપિયાથી વધુની સંપત્તિને નુકશાન થઈ ચૂક્યુ છે. આ કારણે જ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પીએમ મોદીને વિનંતી કરી છે કે કેરળમાં રાષ્ટ્રીય આપત્તિ ઘોષિત કરવામાં આવે.

આ પણ વાંચોઃ કેરળ પૂરઃ રાષ્ટ્રીય આપત્તિ ઘોષિત થવાનો અર્થ શું છે?આ પણ વાંચોઃ કેરળ પૂરઃ રાષ્ટ્રીય આપત્તિ ઘોષિત થવાનો અર્થ શું છે?

English summary
Rwanda is luckier than Kerala. Our P.M. has been far more generous with funds to a foreign country wrote Shobhaa De on Twitter.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X